ભારે વરસાદને કારણે રસ્તાઓનું થયું ધોવાણ! ભ્રષ્ટાચારને લઈ ભાજપની ડબલ એન્જિનની સરકાર પર રાજકીય પાર્ટીઓએ કર્યા કટાક્ષ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-19 13:03:20

ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. અનેક જિલ્લાઓમાં  ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવનાર દિવસો માટે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ચોમાસાની સિઝન દરમિયાન અનેક વખત રોડ રસ્તા તૂટવાની ઘટનાઓ સામે આવતી હોય છે. રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે. રસ્તાઓ પર અનેકો ખાડા જોવા મળતા હોય છે. ત્યારે ગુજરાતમાં વરસેલા વરસાદને કારણે ભરૂચના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તાઓ તૂટી જવાને કારણે વાહનચાલકોને તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઈસુદાન ગઢવીએ વીડિયો શેર કર્યો છે જેમાં રસ્તાની કેવી દયનિય પરિસ્થિતિ છે તે બતાવવામાં આવી છે.

સામાન્ય દિવસોમાં પણ રસ્તાઓ પર જોવા મળતા હોય છે ખાડા 

આપણા રાજ્યને વિકાસ મોડલ તરીકે દેશભરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં થયેલા કામોને કેન્દ્ર સરકાર દેશભરમાં ગણાવતી હોય છે. પરંતુ અનેક વખત રસ્તા પર પડેલા ખાડાઓ વિકાસની પોલ ખોલી દેતા હોય છે. થોડા સમય પહેલા બનેલા રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. રસ્તાના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને કારણે ખાડાઓ પડી જતા હોય છે. ત્યારે હમણાં તો વરસાદી સિઝન છે. વરસાદી સિઝન દરમિયાન રસ્તાઓનું ધોવાણ થવું સામાન્ય છે. ગુજરાતના અનેક રસ્તાઓ છે જેની પર વરસાદને કારણે ખાડા પડી ગયા છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ પર આવેલા હાડોડ બ્રિજના અમુક ભાગ એક બાજુથી બેસી ગયો છે. તે ઉપરાંત આવા તો અનેક રસ્તાઓ છે જ્યાં ખાડા પડવું, રસ્તાનું ધોવાણ થવું સામાન્ય હોય છે.


વિપક્ષી પાર્ટીઓએ કર્યા ભાજપ સરકાર પર પ્રહાર!

જ્યારે જ્યારે રસ્તા પર ખાડા પડતા હોય છે ત્યારે ત્યારે સામાન્ય માણસને તો મુશ્કેલી વેઠવાનો વારો આવે છે પરંતુ દર્દીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રસ્તાઓનું ધોવાણ થવાને કારણે રાજકારણ પણ શરૂ થઈ જતું હોય છે. ભાજપની સરકાર પર વિપક્ષી પાર્ટીઓ આકરા પ્રહાર કરતા હોય છે. ત્યારે ઈસુદાન ગઢવીએ એક પોસ્ટ શેર કરી છે જેમાં રસ્તાનો વીડિયો મૂકવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવીએ પોસ્ટ શેર કરતા લખ્યું કે આ તસવીર ચંદ્રની નથી! ભાજરના ગુજરાત મોડલની છે. સાંભળ્યું છે કે અમુક લુટેરાઓએ ગુજરાતની આવી દશા કરી દીધી છે? તે સિવાય ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ એક ટીવી ચેનલનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એ વીડિયોમાં મહીસાગર અમદાવાદને જોડતો હોડોડ બ્રિજ બતાવવામાં આવ્યો છે જે એક સાઈડથી બેસી ગયો છે. આ પુલ ભાજપની ડબલ એન્જિનની સરકારનો ભ્રષ્ટાચાર બતાવે છે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?