અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. અકસ્માતો જીવલેણ સાબિત થાય છે. દર વર્ષે લાખો લોકોના મોત અકસ્માતને કારણે થાય છે. અમુક અકસ્માત એટલા ગંભીર હોય છે કે ઘટના સ્થળ પર લોકોના મોત થઈ જાય છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં વર્ષ 2022માં 1.68 લાખ જેટલા લોકોના મોત અકસ્માતને કારણે થયા છે. એટલે કે ભારતમાં દર ત્રીજી મિનીટે રોડ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થાય છે! પાંચ વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યા ઘટી છે પરંતુ ભયંકર રોડ અકસ્માતો સર્જાઈ રહ્યા છે જે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યા છે. પાંચ વર્ષ અગાઉ દેશમાં 4.69 લાખ વાહન અથડાયા હતા જેમાં 1.51 લાખ લોકોના મોજ નિપજ્યા હતા. પરંતુ ગયા વર્ષમાં 4.61 લાખ એક્સિડન્ટ થયા હતા જેમાં 1.68 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.
ભારતમાં દર ત્રણ મિનીટે થાય છે એક વ્યક્તિનું મોત!
એક્સિડન્ટની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહી છે. અકસ્માત સર્જાવાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ઘરેથી નિકળેલા માણસ ઘરે પરત ફરશે કે નહીં તે જાણી શકાતું નથી. અકસ્માતને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. ત્યારે એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે ભારતમાં દર ત્રણ મિનીટની અંદર અકસ્માતને કારણે કોઈ પોતાનો જીવ ગુમાવે છે. વધતા અકસ્માતોની સંખ્યા એ ચિંતાજનક છે. અકસ્માત સર્જાયા હોવાને પાછળ પણ અનેક કારણો જવાબદાર હોય છે.
એક વર્ષ દરમિયાન થયા 4.61 લાખ અકસ્માત!
છેલ્લા એક વર્ષમાં 1.6 લાખ લોકોના મોત રોડ અકસ્માતમાં થયા છે. 4.61 લાખ એક્સિડન્ટ સર્જાયા છે જેમાં 1.68 લોકોના મોત થયા છે. વર્ષ 2022માં મૃત્યુઆંકમાં 9 ટકાનો વધારો થયો છે. 2021ની તુલનામાં વર્ષ 2022માં વધારે જોખમી અકસ્માતો થયા હતા. કોવિડ અગાઉના વર્ષ 2019ની સાથે તુલના કરવામાં આવે તો 2022માં 11.5 ટકા વધારે મોત નિપજ્યા હતા. દર ત્રણ મિનીટે માણસના મોત થઈ રહ્યા છે તે એક ચિંતાનો વિષય છે. 1.68 લાખ લોકોના મોત તો થયા છે માત્ર એક વર્ષની અંદર તે ઉપરાંત અકસ્માતને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટમાં જણાવેલા આંકડા અનુસાર 4.43 લાખ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માત સર્જાયા પાછળ જવાબદાર હોય છે અનેક કારણ!
મહત્વનું છે રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત વાહનચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના પણ સામે આવતી હોય છે. નશાની હાલતમાં વાહનચાલકો દેખાય છે જેને કારણે અકસ્માત સર્જાતા હોય છે અને એ પ્રાણઘાતક સાબિત થતા હોય છે.