દિવાળીના સમય દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે અથવા તો અનેક લોકો પોતાના વતન દિવાળી મનાવવા જતા હોય છે. દિવાળીના સમયગાળા દરમિયાન રોડ રસ્તાઓ એકદમ સુમસામ જોવા મળે છે જેને કારણે વાહન ચાલકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા નજરે પડે છે. જેને કારણએ અકસ્માતોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. જાણીને આશ્ચર્ય લાગશે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં અંદાજે 1000 જેટલા અકસ્માતો સર્જાયા છે.
અકસ્માતમાં 45 ટકા જેટલો થયો વધારો
દિનપ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે ઘટના સ્થળે અનેક લોકોના મોત થતાં હોય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ટ્રાફિક નિયમોમાં હળવાશ આપી છે. જેને કારણે લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે. દિવાળીના સમયે રસ્તાઓ પર પણ વધારે ટ્રાફિક જોવા નથી મળતો. જેને કારણે વાહનચાલકો ઓવર સ્પીડમાં વાહનો ચલાવી રહ્યા છે. ઓવર સ્પીડ હોવાને કારણે અકસ્માતનો સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના દિવસોની વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 1000 જેટલા રોડ અકસ્માત થયા છે. સામાન્ય દિવસો કરતા તહેવાર દરમિયાન થતાં અકસ્માતમાં 45 ટકા જેટલો વધારો થયો છે.
અમદાવાદમાં સર્જાયા વધુ રોડ અકસ્માત
અમદાવાદમાં સૌથી વધારે અકસ્માતોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અંદાજીત 110, ભાવનગરમાં 32, સુરતમાં 88 તેમજ રાજકોટમાં પણ 46 જેટલા અકસ્માતો સર્જાયા છે. આ આંકડો વધી પણ શકે છે. આ આંકડાઓ 1200ને પણ પાર કરી શકે છે. માત્ર એટલું જ કહેવું છે કે આપણી મજા બીજાના માટે સજા ન બની જાય. જો પરિવારનું એક વ્યક્તિ પણ ઈજા અથવા તો મૃત્યુ પામે છે તો આખા પરિવારને સહન કરવાનો વારો આવે છે.