RK સ્ટુડીયો બાદ રાજ કપૂરનો બંગલો પણ વેચાયો, ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે થયો સોદો


  • Published By :
  • Published Date : 2023-02-17 17:29:07

હિન્દી ફિલ્મ જગતના ઓલટાઈમ ગ્રેટ કલાકાર સ્વ. રાજ કપૂરના આર કે સ્ટુડીયો બાદ હવે તેમનો બંગલો પણ વેચાઈ ગયો છે. ગ્રેટ શોમેન રાજ કપૂરના મુંબઈના ચેમ્બુર સ્થિત બંગલાને ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદી લીધો છે. કંપની આ બંગલાની જગ્યાએ મલ્ટી સ્ટોરી ફ્લેટ્સ ઉભા કરશે. કંપનીએ આ બંગલાની ખરીદી રાજ કપૂરના વારસદારો પાસેથી ખરીદ્યો છે. 


એક એકરમાં ફેલાયેલો છે બંગલો


ગોદરેજ પ્રોપર્ટીના કાર્યકારી ચેરમેન પિરોજશા ગોદરેજે જણાવ્યું કે બંગલાની જમીનનો કુલ આકાર લગભગ એક એકર છે. આ બંગલાની જગ્યાએ કંપની રહેણાંક હેતુંથી ફ્લેટ બનાવવાની યોજના ધરાવે છે. આ સ્કિમથી કંપનીને લગભગ 500 કરોડ રૂપિયા મળવાની આશા છે. જો કે તેમણે બંગલાનો સોદો કેટલી કિંમતમાં થયો તેનો ખુલાસો કર્યો નથી. 


બંગલો પ્રાઈમ લોકેશન પર છે


જો કે તેમ છતાં પણ ચેમ્બુરમાં એક એકર જમીનની બજાર કિંમત 100થી 110 કરોડ રૂપિયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ બંગલો પ્રાઈમ લોકેશન  ચેમ્બુર બીકેસી (બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ)થી નજીક હોવાથી એક ઉત્તમ રેસિડેન્સિયલ બજાર છે. 




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..