સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રિવાબા જાડેજાની તસવીરો! ફૂડ પેકેટ બનાવી મદદે તો આવ્યા પણ પેકેટ પર લગાવેલા ફોટોને કારણે ટ્રોલ થઈ ગયા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-16 16:48:03

ભાજપ દ્વારા આપત્તિને અવસરમાં બદલવાની વાતો કરવામાં આવતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આ વાત નેતાઓ સાર્થક કરતા હોય છે. વાવાઝોડાના સમાચારો વચ્ચે આ વાત એટલા માટે કરાઈ રહી છે કે સોશિયલ મીડિયા પર રિવાબા જાડેજાની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવામાં આવ્યો છે. વિકટ પરિસ્થિતિમાં પણ ધારાસભ્ય જાણે પોતાનો પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. રિવાબા ફૂડ પેકેટ બનાવી સેવા કરવા ગયા પરંતુ ફોટાના મોહને કારણે ટ્રોલ થઈ રહ્યા છે.    

 પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છપાયો! 

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું હતું. અનેક જિલ્લાઓમાં તબાહી પણ મચાવી હતી તેના દ્રશ્યો સામે આવ્યા હતા. તે ઉપરાંત NDRFની ટીમ દ્વારા કરવામાં આવેલી રેસ્ક્યુની કામગીરીના પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બચાવ માટે તંત્ર પણ સજ્જ હતું. અનેક નેતાઓને તેમજ ધારાસભ્યોને અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. અનેક ધાર્મિક સંસ્થાઓ તેમજ ધારાસભ્યો દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર ફૂડ પેકેટની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવવામાં આવ્યો છે. 

પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

વિકટ સમયે પણ નેતા કરી રહ્યા છે પ્રચાર!

નેતાઓને પોતાની પ્રસિદ્ધિ તેમજ લોકચાહનાની ભૂખ રહેતી હોય છે. પાર્ટીનો તેમજ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી એવી વાતો આપણે હંમેશા કરતા હોઈએ છીએ. નેતાઓ પોતાનો પ્રચાર કરે તેનો વાંધો નહી, પરંતુ તે પેહલા પણ પરિસ્થિતિ જોવી જોઈએ. રિવાબાએ સેવા કરી તે સારી વાત છે પરંતુ ફૂડ પેકેટ પર ફોટો શા માટે રાખ્યો તે પ્રશ્ન છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો પ્રચાર કરવો કેટલું યોગ્ય છે? સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તે અંગે તમારું શું કહેવું છે?   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?