Anupama ફેમ Rituraj Singhનું હાર્ટ એટેકને કારણે થયું નિધન, ફેન્સમાં છવાઈ શોકની લાગણી..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-20 15:11:16

થોડા સમય પહેલા બોલિવુડ ઈન્ડસ્ટ્રીથી શોકના સમાચાર સામે આવ્યા હતા. દંગલ ફિલ્મમાં નાની બબિતાનો રોલ નિભાવનારી સુહાની ભટ્ટનાગરનું મોત થઈ ગયું હતું. ત્યારે આજે ફરી એક વખત ઈન્ડસ્ટ્રીથી દુખદ સમાચાર સામે આવ્યા છે. અનુપમા ફેમ ઋતુરાજ સિંહનું હાર્ટ એટેકને કારણે નિધન થઈ ગયું છે. પ્રખ્યાત ટીવી કલાકાર તેમજ ફિલ્મ એક્ટર ઋતુરાજનું નિધન 59 વર્ષે હાર્ટ એટેકના કારણે થયું છે. આ સમાચારની પુષ્ટિ ઋતુરાજના મિત્ર અમિત બહલ દ્વારા કરવામાં આવી છે. ઋતુરાજનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. મહત્વનું છે કે તે ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.      

ઋતુરાજસિંહને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું નિધન

કોરોના બાદ હાર્ટ એટેક શબ્દ સાંભળવો જાણે સામાન્ય થઈ ગયો છે. પ્રતિદિન કોઈને કોઈ મોતને ભેટી રહ્યું છે હાર્ટ એટેકને કારણે. પ્રતિદિન હાર્ટ એટેકના સમાચારો સામે આવી રહ્યા છે. જેમ કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા તેવી રીતે હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. નાની ઉંમરના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા   મોતને ભેટી રહ્યું છે તો કોઈ રમતા રમતા મોતને ભેટી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે સિરિયલ તેમજ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ઋતુરાજ સિંહને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતા તેમનું નિધન થઈ ગયું છે. ઈન્ડસ્ટ્રીમાં તેમજ તેમના ફેન્સમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર તેમના ફેન્સ તેમને યાદ કરી રહ્યા છે. 


આ સિરિયલોમાં કરી ચૂક્યા છે કામ

ઋતુરાજ સિંહના કરિયરની વાત કરીએ તો આ સમયે ઋતુરાજસિંહ અનુપમા સિરિયલમાં નજરે પડી રહ્યા છે. આ સિવાય તે 'હોગી અપની બાત', 'જ્યોતિ', 'હિટલર દીદી', 'શપથ', 'વોરિયર હાઈ', 'આહત ઔર અદાલત', 'લાડો 2' અને 'દિયા ઔર બાતી હમ' જેવા ટીવી શોમાં તે જોવા મળ્યા હતા. ના માત્ર સિરિયલોમાં પરંતુ ફિલ્મોમાં પણ તે અનેક વખત જોવા મળ્યા છે. વરૂણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ બદ્રીનાથ કી દુલ્હનિયા તેમજ સાઉથની ફિલ્મ થિનુવૂમાં પણ તેમણે કામ કર્યું હતું. ઋતુરાજે અંતિમ ફિલ્મ યારિયા 2 કરી હતી જે 2023મં રિલીઝ થઈ હતી.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?