Corona Vaccineને કારણે વધ્યું Heart Attackનું જોખમ! Morbiમાં એક મહિલાને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત,


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-16 13:30:11

હાર્ટ એટેકના સમાચાર આવવા જાણે આજકાલ સામાન્ય બની ગયું છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે અનેક બિમારીઓ એવી હોય છે જે મોટી ઉંમરના લોકોને સામાન્ય રીતે થતી હોય છે. હાર્ટ એટેક માટે પણ આવું જ કંઈ માનવામાં આવતું. પરંતુ કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આજે પણ એક મહિલાનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે તેવી માહિતી સામે આવી છે. મોરબીના વિરપર ગામમાં રહેતી મહિલાને હાર્ટ એટેકન આવ્યો છે.



મોરબીમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત!

એક સમય હતો જ્યારે કોરોનાના કેટલા કેસ નોંધાયા તેની માહિતી આપવામાં આવતી. હજારો લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાને કારણે હાહાકાર મચી ગયો હતો ત્યારે હવે હાર્ટ એટેકને કારણે લોકોમાં ડર પ્રસરી રહ્યો છે. વૃદ્ધોમાં તો ઠીક પરંતુ યુવાનો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. પ્રતિદિન 4થી 5 લોકો હાર્ટ એટેકને કારણે મરતા હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રથી જ થોડા દિવસ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં 5 જેટલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે માત્ર એક જ દિવસની અંદર થઈ ગયા હતા. ત્યારે આજે હાર્ટ એટેકનો વધુ એક કિસ્સો મોરબીમાં બન્યો છે. મહિલાને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ઢળી પડ્યા અને કાળનો કોળિયા બની ગયા.         


કોરોના વેક્સિનને લઈ શક્તિસિંહ ગોહિલે કહી આ વાત!

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ કિસ્સાઓમાં અચાનક વૃદ્ધિ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો કે કોરોના વેક્સિનને કારણે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ત્યારે આ વાતને લઈ શક્તિસિંહ ગોહિલે પણ સરકારને આ અંગે વિચાર કરવા માટે કહ્યું છે, હાર્ટ એટેકને કારણે જે લોકોના મોત થયા તેને લઈ સર્વે  કરવો જોઈએ કે તેમણે વેક્સિન લીધી હતી કે નહીં. જો લીધી હોય તો કઈ.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?