ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદનું સંકટ હજી પૂરૂ નથી થયું ત્યારે તો હવામાન વિભાગે ચક્રવાતની આગાહી કરી છે. આ જ મહિનામાં તોફાન આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં હવાનું નીચુ દબાણ બનવાની શક્યતા હોવાથી વાવાઝોડું આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી હતી. જો હવામાન વિભાગ સાચી પડે છે તો મે મહિનામાં પ્રથમ ચક્રવાત આવશે. અને આ ચક્રવાતને મોચા નામ આપવામાં આવ્યું છે.
વર્ષનું પહેલું ચક્રવાત મેમાં આવશે!
એક તરફ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મે મહિનામાં વરસાદી માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે.આ સંકટ હજી ટળ્યું નથી ને વાવાઝોડાને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો આગાહી સાચે પડે અને ચક્રાવત આવે તો ચક્રવાતનું નામ મોચા રાખવામાં આવશે. આ નામ વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક દ્વારા આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીએ ચક્રવાતની આગાહી કરી છે. મેના બીજા અઠવાડિયામાં તોફાન ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશર બનવાને કારણે વાવાઝોડું આવવાનું છે. લો પ્રેશર ચક્રવાતનું રૂપ ધારણ કરે તેવી સંભાવના છે.
આ વર્ષે કેવું રહેશે ચોમાસુ!
ત્યારે વરસાદ તેમજ સંભવિત વાવાઝોડાને કારણે ખેડૂતોને કુદરતનો માર સહન કરવા મજબૂર બનવું પડ્યું છે. ઉનાળામાં જ ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વાસ્તવિક ચોમાસુ કેવી હશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે. ચોમાસાને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો ચોમાસાના સમયે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે તો ચોમાસા દરમિયાન સારો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસુ અનુકુળ રહેશે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.