દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ત્યારે કોરોનાની સાથે સાથે કોરોનાના શક્તિશાળી વેરિએન્ટ XBB1.5ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આ વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ કેસ નોંધાવાને કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.
અમદાવાદમાં નોંધાયો વધુ એક XBB 1.5 વેરિઅન્ટનો કેસ
કોરોના સંક્રમણને રોકવા એક તરફ સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે પરિસ્થિતિ બેકાબુ બની છે. ચીન, જાપાન સહિતના દેશોમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ભારતમાં કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરિઅન્ટ XBB 1.5 વેરિયન્ટને કારણે ચિંતા વધી છે.
ગુજરાતમાં XBB 1.5 વેરિઅન્ટના સંક્રમિતોનો આંકડો વધ્યો
XBB 1.5 વેરિઅન્ટે અમેરિકામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં આ વેરિઅન્ટે એન્ટ્રી કરી લીધી છે. ગુજરાતમાં વેરિઅન્ટના 3 કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતા 120 ગણી ઝડપે સંક્રમણ ફેલાવી શકે છે. પહેલા માત્ર અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના સબ વેરિઅન્ટનો એક કેસ નોંધાયો હતો પરંતુ આ વેરિઅન્ટના વધુ બે કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.