હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો સતત હૃદય હુમલાનો ભોગ બની રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સોમાં પ્રતિદિન સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે 7 જેટલા લોકોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે. ગરબે ઘૂમતા ઘૂમતા 3 ખેલૈયાઓના મોત થયા છે. 17 વર્ષના યુવાનનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે જ્યારે અમદાવાદમાં પણ એક આશાવાદી યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. ધોરાજીથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટમાં હાર્ટ એટેકને કારણે થયા અનેક લોકોના મોત
નાની ઉંમરે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.હા ર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં ગરબે ઘૂમતા ઘૂમતા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી હાર્ટ એટેકના બનાવો સામે આવ્યા છે અને અંદાજે 24 કલાકની અંદર 7 જેટલા લોકોના મોત થયા છે. યુવાનો મોતને ભેટી રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે. અમદાવાદમાં એક યુવાનનું મોત ગરબા રમતા રમતા થયું છે. વ્યક્તિ અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. રાજકોટમાં વધુ બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. રાજકોટના ધોરાજીમાં 28 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. બીજી ઘટનામાં મૃતકનું મોત ચાલુ ફરજ દરમિયાન થયું હતું, રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન તેમને એટેક આવ્યો અને સવાઈસિંહ સોઢા નામના વ્યક્તિનું મોત હૃદય હુમલાને કારણે થયું છે.
કપડવંજમાં પણ યુવાને ગુમાવ્યો જીવ
તે ઉપરાંત ખેડાના કપડવંજમાં ગરબે ઘૂમતા યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. યુવક ગરબે ઘૂમી રહ્યો હતો અને અચાનક તેના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું, યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તે પહેલા તેણે દુનિયાને અલવિદા કહી દીધી હતી. દ્વારકામાં પણ હાર્ટ એટેકના કિસ્સા બન્યા છે. એવા સમાચાર સામે આવ્યા છે કે દ્વારકામાં એક જ દિવસમાં 3 લોકો મોતને ભેટ્યા છે. ઉપરાંત વડોદરાથી પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે અનેક આશાવાદી યુવાનો મોતને હાર્ટ એટેકને કારણે ભેટી રહ્યા છે.