ભારતીય મૂળના બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષી સુનકે ભારતના લોકોને બ્રિટનમાં ભારતીયોનો પ્રવેશ સરળ બને તે માટે ખાસ યોજનાને મંજુરી આપી છે. આ યોજના હેઠળ 18-30 વર્ષની વયના ડિગ્રી ધારક યુવાનોને બ્રિટનમાં આવીને રહેવા અને બે વર્ષ સુધી કામ કરવા માટે દર વર્ષે ત્રણ હજાર બ્રિટિશ વિઝા આપવામાં આવશે. આ "યુવા ગતિશીલતા ભાગીદારી યોજના" પારસ્પરિક હશે, આ યોજના હેઠળ ભારતીયોને રહેતા અને કામ કરતા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોનો પણ સમાવેશ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે બુધવારે જી-20 સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેના થોડા કલાકો બાદ જ ઋષિ સુનકે આ યોજનાને મંજુરી આપી હતી.
MMPનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ#WATCH | The UK Prime Minister Rishi Sunak meets with Indian Prime Minister Narendra Modi at the sidelines of #G20Summit in Bali, Indonesia
— ANI (@ANI) November 16, 2022
(Source: DD) pic.twitter.com/itWLQ6I5b6
ભારત-બ્રિટન માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ (MMP) હેઠળ આ યોજના ગયા વર્ષે સહમતી બની ગઈ હતી અને હવે 2023ની શરૂઆતમાં ઔપચારિક રીતે તેને લોન્ચ કરવામાં આવશે. બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે આવી વિઝા યોજનાનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ છે.
MMP યોજના અંગે 2021માં થયા હતા કરાર
બ્રિટનનો ભારત સાથે મહત્વનો સંબંધ છે કારણ કે બ્રિટનમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ચતુર્થાસ વિદ્યાર્થીઓ ભારતના છે અને બ્રિટનમાં ભારતીયોના મૂડી રોકાણના કારણે 95,000 નોકરીઓ ઉપલબ્ધ બની છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે બ્રિટન અને ભારત વચ્ચે મે 2021 માં ઐતિહાસિક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો હેતુ બંને દેશો વચ્ચે ગતિશીલતા વધારવાનો છે.