ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. ભારતીય મૂળના સુનક બ્રિટનના વડાપ્રધાન બનતા વિશ્વભરમાં વસતા ભારતીયોમાં આનંદની લહેર વ્યાપી ઉઠી હતી. ટ્વિટ કરી વડાપ્રધાન મોદીએ ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા હતા. દિવાળીના દિવસે જ ઋષિ સુનક વડાપ્રધાન બન્યા.
વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું - પીએમ મોદી
પીએમ મોદીએ ઋષિ સુનકને અભિનંદન પાઠવતા કહ્યું કે ઋષિ સુનકને વડાપ્રધાન બનવા બદલ હાર્દિક શુભેચ્છા. સુનકની જીત એ દિવસે થઈ જ્યારે દુનિયાભરમાં હિંદુઓ દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે તમે યુકેના પીએમ બનતાની સાથે જ હું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું. અને રોડમેપ 2030ને લાગુ કરીશું. બ્રિટિશ ભારતીયોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ. આપણે ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીરદારીમાં બદલ્યા છે.
સાંસદોનું સમર્થન મળતા સુનક પીએમ બન્યા
બ્રિટનની સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદ છે. આ જ સાંસદોએ ઑનલાઇન મતદાન કરીને નવા વડાપ્રધાનની પસંદગી કરી છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને 200 સાંસદોનું સમર્થન મળતા તેઓ વડાપ્રધાન બનશે.