ઈન્ડોનેશિયામાં શનિવારે ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 127 લોકો માર્યા ગયા છે. આ ઘટના ઈસ્ટ જાવાના મલંગ રિજન્સીના કંજુરુહાન સ્ટેડિયમમાં બની હતી. અહેવાલો અનુસાર, અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. દરમિયાન અરેમાની ટીમ હારી ગઈ. જે બાદ પોતાની ટીમને હારતી જોઈને મોટી સંખ્યામાં ચાહકો મેદાન તરફ દોડવા લાગ્યા હતા.
લોકોમાં બે પોલીસ અધિકારીઓ પણ માર્યા ગયા
આ દરમિયાન કેટલાક લોકોએ ખેલાડીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોવા મળે છે કે લોકો મેદાનમાં ઘૂસી ગયા અને સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકવા લાગ્યા. તે જ સમયે, પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે અને લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડી રહી છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર લોકોના મોત હુમલા, નાસભાગ અને ગૂંગળામણને કારણે થયા છે. સ્ટેડિયમમાં માર્યા ગયેલા બે પોલીસ અધિકારીઓ પણ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લગભગ 180 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પૂર્વ જાવાના પોલીસ અધિકારી નિકો અફિન્ટાએ મીડિયાને જણાવ્યું હતું કે સ્ટેડિયમની અંદર 34 લોકોના મોત થયા હતા અને બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.
At least 127 dead after violence at football match in Indonesia: police
— Vaishnavi Dwivedi (@Navidwivedi) October 2, 2022
The deaths occurred when angry fans invaded a football pitch after a match in East Java late Saturday, police said. Two of the dead were police. pic.twitter.com/Nq339zaN13
એક વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો મેદાનમાં ઘૂસીને અહીં-ત્યાં ફૂટબોલ ફેંકી રહ્યા છે, ત્યારે પોલીસકર્મીઓ આવે છે અને બધાનો પીછો કરે છે. આ દરમિયાન, કેટલાક લોકો જાળી પર લટકેલા જોવા મળે છે જ્યારે કેટલાક ખુરશીઓ તરફ દોડી રહ્યા છે.