રિચા ચઢ્ઢાએ પહેર્યુ 18K ગોલ્ડનું મોંઘુદાટ મંગળસૂત્ર, ડિઝાઇન અને કિંમતથી પ્રિયંકા ચોપરાને આપી ટક્કર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 16:10:11

આ મહિનાની શરૂઆતમાં લાંબા સમયથી એકબીજાંને ડેટ કરી રહેલા બોલિવૂડ કપલ રિચા ચઢ્ઢા અને અલી ફઝલે લગ્ન કર્યા છે. આ કપલે ગત 4 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ મુંબઇમાં રિસેપ્શન પાર્ટી આપી હતી. જેની તસવીરો અને વીડિયો (Richa Chadha-Ali Fazal Wedding Inside Videos Photos) હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.


ગ્લેમરસ વેડિંગના બદલે રિચા ચઢ્ઢાએ પોતાના લગ્નને ખૂબ જ સિમ્પલ રાખ્યા હતા અને આઉટફિટ્સમાં પણ એલિગન્ટ કલર કોમ્બિનેશન પસંદ કર્યા હતા. આ કપલના વેડિંગ આઉટફિટ્સ ભારતીય ડિઝાઇનર અબુ જાની-સંદિપ ખોસલાએ તૈયાર કર્યા હતા.


જો કે, અહીં વાત થઇ રહી છે રિચાએ લગ્ન દરમિયાન પહેરેલા શાહી ઘરેણાંઓની, જે એટલાં ખાસ હતા કે તે બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે. અલી ફઝલના પરિવારે રિચાને પારંપરિક સોનેથી મઢેલી મંગળસૂત્ર આપ્યું છે, જેની ક્લોઝઅપ તસવીરો હાલ સામે આવી છે. આ શૅર કરવામાં આવેલી તસવીરોમાં એક્ટ્રેસના મંગળસૂત્રની માત્ર ડિઝાઇન જ નહીં પણ કિંમત પણ ચર્ચામાં છે.


રિચાએ હાલમાં જ તેના રિસેપ્શનની કેટલીક તસવીરો ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે, જેમાં તેના સ્ટાઇલિશ ક્લોથ્સની સાથે મંગળસૂત્ર પણ પહેર્યુ છે. એક્ટ્રેસનું મંગળસૂત્ર ચોકર સ્ટાઇલમાં હતું, જેમાં પાતળી ગોલ્ડ લિંક્સ ચેઇન આપવામાં આવી છે. વચ્ચે કાળા મોતી પણ સજાવવામાં આવ્યા છે જે તેમાં ઇન્ડિયન ટ્રેડિશનલ ટચ એડ કરી રહ્યા છે. મંગળસૂત્રના ફ્રન્ટમાં 5 રાઉન્ડ શેપ્ડ પેન્ડન્ટ અને વચ્ચે ડાયમંડ મુકવામાં આવ્યો છે. ગોલ્ડ મેડ મંગળસૂત્ર નીઓ-ડિઝાઇનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું.


​3 લાખથી વધુ હતી કિંમત


રિચાના મંગળસૂત્રની ડિઝાઇન મોર્ડન સ્ટાઇલ ફિમેલ માટે એકદમ પરફેક્ટ છે અને કોઇ પણ પ્રકારના આઉટફિટની સાથે તેને સરળતાથી કૅરી કરી શકાય છે. જો કે, આ ડિઝાઇનની ક્રેડિટ ઇટાલિયન લક્ઝરી ફેશન હાઉસ Bvlgariને જાય છે. પ્રિયંકા ચોપરા માટે પણ આ જ ફેશન હાઉસે મંગળસૂત્ર તૈયાર કર્યુ હતું. આ એલિગન્ટ નેકપીસમાં 18k ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની કિંમત 3,82,000 રૂપિયા છે.


​ઘરેણાં બનાવનાર પરિવાર હતો ખાસ


રિચાએ લગ્નના ફંક્શન માટે જે ઘરેણાં પહેર્યા હતા તેને બિકાનેરના અંદાજિત પોણા 200 વર્ષ જૂના જ્વેલર્સ પરિવારે તૈયાર કર્યા હતા. આ ઘરેણાંની ખાસ વાત એ હતી તેને બનાવનાર સોની પરિવાર 175 વર્ષથી જ્વેલરીનું કામ કરી રહ્યો છે. જેઓ ડાયમંડ, જડાઉ, કુંદન અને મીનાકારીના ફ્યૂઝન પોતાની જ્વેલરીમાં એડ કરવા માટે ઓળખાય છે. રિચાએ પોતાના લગ્નમાં હેવી નેકપીસની સાથે કાનને કવર કરતા ઇયરિંગ્સ અને ઝૂમકાં પહેર્યા હતા.


​પ્રિયંકાના મંગળસૂત્રને આપી ટક્કર


પ્રિયંકા ચોપરાના લગ્નવાળા મંગળસૂત્રને સૌથી ખાસ ગણવામાં આવે છે, કારણ કે તેને ઇન્ડિયન ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખરજીએ ડિઝાઇન કર્યુ હતું. પીસીના મંગળસૂત્રની ડિઝાઇન એટલી યૂનિક છે જેને આજ સુધી કોઇએ નતી જોયું. કારણ કે તેમાં ગોલ્ડ ચેઇનની આગળની તરફ કાળા મોતી અને વચ્ચે ચાર ડાયમંડ લગાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેમાં ત્રણ નાના અને વચ્ચે મોટો ટીયારા શેપ્ડ ડાયમંડ એડ કરવામાં આવ્યો હતો. જો કે, રિચાના મંગળસૂત્રની ડિઝાઇને તેને ટક્કર આપી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?