ચોખાની નિકાસ પર ભારતના પ્રતિબંધથી હાહાકાર, દુનિયાભરમાં ભાવ 12 વર્ષની ટોચ પર પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-08-06 15:26:41

ભારતે તાજેતરમાં બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાં ચોખાના વધતા ભાવને રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. પરંતુ તેના કારણે વિશ્વભરમાં ચોખાના ભાવમાં ભારે વધારો થયો છે. યુએનની ખાદ્ય એજન્સી FAO અનુસાર, ચોખાનો પ્રાઈઝ ઈન્ડેક્સ જુલાઈમાં 2.8 ટકાના વધારા સાથે 12 વર્ષની ટોચે પહોંચી ગયો છે. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ તેમાં 20 ટકાનો વધારો થયો છે અને સપ્ટેમ્બર 2011 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. મજબૂત માંગ અને ભારતના પ્રતિબંધને કારણે ચોખાના ભાવમાં વધારો થયો છે. ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.


અમેરિકામાં હાહાકાર


ભારતે ગયા મહિને બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. ભારત ઉપરાંત થાઈલેન્ડ, વિયેતનામ, કંબોડિયા અને પાકિસ્તાન ચોખાના મોટા નિકાસકારો છે. ચીન, ફિલિપાઈન્સ, બેનિન, સેનેગલ, નાઈજીરીયા અને મલેશિયા ચોખાની આયાત કરતા મુખ્ય દેશો છે. ભારતીય ચોખા પર પ્રતિબંધના કારણે અમેરિકામાં હાહાકાર મચી ગયો હતો. મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો ત્યાં રહે છે અને પ્રતિબંધના સમાચાર સાંભળીને, તેઓ ચોખા ખરીદવા માટે દુકાનો પર ઉમટી પડ્યા હતા.


5 કરોડ લોકોને મુશ્કેલી


આફ્રિકાના ઘણા ગરીબ દેશો અનાજના પુરવઠા માટે રશિયા અને યુક્રેન પર નિર્ભર છે. યુદ્ધ પહેલા, યુક્રેન વિશ્વનો પાંચમો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર હતો. વૈશ્વિક નિકાસમાં તેનો હિસ્સો 10 ટકા હતો. તે ઉપરાંત, યુક્રેન જવ, મકાઈ અને સરસવમાં ટોચના ત્રણ નિકાસકાર છે. પૂર્વ આફ્રિકાના અનાજની આયાતમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો 80 ટકા છે. ભારતના નિકાસ પ્રતિબંધથી ખાસ કરીને આ દેશોમાં પાંચ કરોડ લોકો ભૂખે મરે તેવી સ્થિતી સર્જાઈ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.