તેલંગાણામાં કોંગ્રેસને જીતાડનારા રેવંત રેડ્ડી બનશે રાજ્યના નવા CM, 7 ડિસેમ્બરે લેશે શપથ


  • Published By :
  • Published Date : 2023-12-05 21:21:00

તેલંગાણામાં કોંગ્રેસને જીત અપાવનાર રેવંત રેડ્ડી રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી પદ માટે તેઓ 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે શપથ લેશે. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે તેલંગાણા વિધાનસભા પક્ષના નવા મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડીના નામને મંજૂરી આપી દીધી છે. તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. તેલંગાણાના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે યોજાશે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉત્તમકુમાર રેડ્ડી અને ભટ્ટી વિક્રમાર્કને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે, કે પછી તેમણે કોઈ મોટું પદ આપવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે તેલંગાણામાં રોટેશનના આધારે મુખ્યમંત્રી બનાવવાનો ફોર્મૂલા લાગુ નહીં થાય.


હૈદરાબાદમાં CLP બેઠકમાં સર્વસંમતીથી લેવાયો નિર્ણય


રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બનશે તે પહેલાથી જ નિશ્ચિત મનાતું હતું, જેના પર પાર્ટીએ હવે મહોર મારી દીધી છે. આ પહેલા હૈદરાબાદમાં CLP બેઠકમાં સર્વસહમતિથી નિર્ણય લેવાયો હતો અને મુખ્યમંત્રી નિયુક્ત કરવાનો અંતિમ નિર્ણય હાઈકમાન પર છોડી દેવાયો હતો. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે- કોંગ્રેસ અધ્યક્ષે તેલંગાણા ધારાસભ્ય દળના નવા CLP તરીકે રેવંત રેડ્ડીની પસંદગી કરી છે. રેવંત રેડ્ડી પીસીસી અધ્યક્ષના પદ પર કાર્યરત છે.


કોણ છે રેવંત રેડ્ડી?


કોંગ્રેસ તરફથી સૌથી મોટા દાવેદાર તરીકે જે નામની ચર્ચા થઈ રહી હતી તે છે રેવંત રેડ્ડી. હાલમાં રેવન્ત રેડ્ડી તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ એકમના પ્રમુખ પદે છે. તેમનો જન્મ 8 નવેમ્બર 1967ના રોજ અવિભાજિત આંધ્ર પ્રદેશમાં કોંડારેડ્ડી પલ્લી, નગરકુર્નૂલ નામના સ્થળે થયો હતો. રેવંત રેડ્ડીના પિતાનું નામ અનુમુલા નરસિમ્હા રેડ્ડી અને માતાનું નામ અનુમુલા રામચંદ્રમ્મા છે. તેમણે હૈદરાબાદમાં A.V.કોલેજ  (ઓસ્માનિયા યુનિવર્સિટી) માં અભ્યાસ કર્યો હતો. તેમણે A.V.કોલેજમાંથી ફાઇન આર્ટ્સમાં સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. આ પછી રેવંતે પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું.


7 મે 1992ના રોજ, રેવંતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી જયપાલ રેડ્ડીની ભત્રીજી અનુમુલા ગીતા સાથે લગ્ન કર્યા હતા. જોકે, કરિયરની પસંદગીના કારણે શરૂઆતમાં પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા. બાદમાં પરિવાર સંમત થયા અને તેમણે ગીતા સાથે વૈવાહિક સંબંધો શરૂઆત કરી હતી. હાલ તેમને ન્યામિષા નામની પુત્રી છે.


લગ્ન બાદ કોંગ્રેસ સાંસદ રેવંતની રાજકીય સફર શરૂ થાય છે, જેની કહાણી પણ રસપ્રદ છે. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આરએસએસના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા. તેમણે 2006 માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે સ્થાનિક સંસ્થાની ચૂંટણી લડી હતી અને મિડજિલ મંડળમાંથી જિલ્લા પરિષદ પ્રાદેશિક સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા હતા.


આ પછી, 2007 માં, ફક્ત અપક્ષ ઉમેદવાર તરીકે આંધ્ર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. આ કાર્યકાળ દરમિયાન તેઓ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન. ચંદ્રબાબુ નાયડુ અને આખરે તેઓ પાર્ટીનો એક ભાગ બન્યા હતા. 2009 માં, રેવંતે ટીડીપીની ટિકિટ પર તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી અને 6,989 મતોથી જીતી હતી. કોડંગલ સીટ પરથી ચૂંટણી લડનાર રેવંતે પાંચ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહેલા ગુરુનાથ રેડ્ડીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?