બિહારના છપરામાં રામકથા દરમિયાન સ્ટેજ પર સંચાલકના મોતનો લાઈવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શનિવારે છપરાના મંદિરમાં હનુમાન જયંતીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. યૂટ્યુબ પર તેની લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહી હતી. આ દરમિયાન એક રિટાયર્ડ પ્રોફેસર રણંજય સિંહ સ્ટેજ પર ચક્કર ખાઈને પડી જાય છે. હોસ્પિલમાં લઈ જવા દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે પ્રોફેસરને એટેક આવ્યો હતો જેના કારણે તેમનું નિધન થઈ ગયું હતું.
દોહા ગાતા-ગાતા અંતિમ શ્વાસ લીધા
પ્રોફેસર રણંજય કથા સંભળાવનારા સંતના સન્માનમાં દોહો ગાઈ રહ્યા હતા. તેમના દોહાની અંતિમ લાઈન હતી, બિછુરત એક પ્રાન હરી લેહી. મિલત એક દુખ દારુન દેહી. જેનો અર્થ થાય છે સંત છોડીને જાય છે તો પ્રાણ લઈ લેય છે અને અસંતના જવા પર દુખ આપે છે. બોલતા બોલતા જ તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયા હતા. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
હનુમાન જયંતી 55 વર્ષથી યોજાય છે
પ્રોફેસર રણંજય સિંહ છપરાના જગદંબા કોલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલ હતા. તેઓ મૂળ કોઠિયા ગામના રહેવાવાળા હતા. હનુમાન જયંતી સમારોહના સભ્યએ જણાવ્યું હતું કે માનસ મંદિરમાં ગત 55 વર્ષથી હનુમાન જયંતી સમારોહ મનાવાય છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ 13 ઓક્ટોબરે શરૂ કર્યો હતો. શનિવારે અયોધ્યાના સંત રત્નેશ્વરજી મહારાજના પ્રવચન થયું હતું.