સરકારે ઓગસ્ટ 2022ની છૂટક મોંઘવારીના આંકડા જાહેર કર્યાં છે. ગયા મહિને ઓગસ્ટમાં મોંઘવારી વધી છે. છેલ્લા મહિનામાં છૂટક મોંઘવારી વધી છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવો વધીને 7 ટકા થયો હતો. અગાઉ તે જુલાઈ 2022માં 6.71 ટકા હતો. આમ, ફુગાવાનો દર સળંગ આઠમા મહિને આરબીઆઈના સંતોષકારક સ્તરથી ઉપર રહ્યો છે. આરબીઆઈએ મોંઘવારી દર માટે 2 થી 6 ટકાનું સંતોષકારક સ્તર આપ્યું છે. ઓગસ્ટ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી ખુબ વધી હતી. આ રીતે જોવા જઈએ તો છૂટક મોંઘવારીમાં 0.28 પોઈન્ટનો વધારો થયો છે.
શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા
ગયા મહિને ખાદ્ય ફુગાવો 7.62 ટકા હતો. જુલાઈ 2022માં તે 6.75 ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ઓગસ્ટમાં શાકભાજીનો મોંઘવારી દર 13.23 ટકા રહ્યો હતો.
ખાદ્ય તેલોમાં ઘટાડો પણ અનાજમાં વધારો
ઓગસ્ટમાં ખાદ્યતેલોના સરેરાશ ભાવમાં ઘટાડો થયો હતો. સરકાર દ્વારા આયાત ડ્યૂટીમાં ઘટાડો અને વૈશ્વિક ભાવમાં ઘટાડો થવાને કારણે ખાદ્યતેલોના ભાવ ઘટ્યા હતા. જ્યારે કઠોળ, ચોખા અને ઘઉં જેવા મુખ્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થયો છે. રેકોર્ડ હીટવેવને કારણે આ કિંમતોમાં વધારો થયો છે. ખાદ્ય મોંઘવારી વધવા માટે આ મુખ્ય કારણોમાંનું એક હતું.
ઓગસ્ટમાં શહેરી અને ગ્રામીણ બન્નેમાં ખાદ્ય મોંઘવારી વધી
જુલાઈમાં શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 7.55 ટકા રહી હતી જ્યારે ઓગસ્ટ 2021માં શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી દર 3.28 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યાન્ન મોંઘવારી 7.60 ટકા રહ્યો છે, જે જુલાઈમાં 6.73 ટકા હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યાન્ન મોંઘવારી 3.08 ટકા રહી હતી.
Index of Industrial Production (IIP) for July 2022: Sectoral pic.twitter.com/0uxPpIN65c
— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) September 12, 2022
ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ રેટ ધીમો પડ્યો
Index of Industrial Production (IIP) for July 2022: Sectoral pic.twitter.com/0uxPpIN65c
— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) September 12, 2022ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ રેટ જુલાઈમાં સુસ્ત રહ્યો છે. દેશમાં જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 2.4 ટકાના દરથી વધ્યો છે. એક વર્ષ પહેલા જુલાઈ 2021 દરમિયાન IIPમાં 11.5 ટકાની વૃધ્ધી થઈ હતી. નેશનલ સ્ટેટીસ્ટીકલ કમિશન (NSO) દ્વારા સોમવારે જાહેર કરાયેલા ઔદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સ (IIP)ના આંકડાથી આ જાણકારી મળે છે.