દેશમાં મોંઘવારીનો દર 15 મહિનાની ટોચે, છૂટક મોંઘવારી દર 7 ટકાને પાર, ખાદ્ય ચીજો 11.51 ટકા મોંઘી થઈ


  • Published By :
  • Published Date : 2023-08-14 19:21:03

દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી છે.  જૂનમાં 5 ટકાની નીચે રહેલો મોંઘવારીનો દર જુલાઈમાં ઉછળીને 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ડેટાના આધારે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે છૂટક ફુગાવાના નવીનતમ ડેટા જાહેર કર્યા છે. મોંઘવારીના આ દરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 6 ટકાની મહત્તમ મર્યાદાને પાછળ છોડી દીધી છે અને તે 7 ટકાથી ઉપર પહોંચી ગયો છે. 


જુલાઈમાં રિટેલ મોંઘવારી દર વાર્ષિક ધોરણે 7.44 ટકા રહ્યો છે. છેલ્લા 15 મહિનામાં મોંઘવારીનું આ સર્વોચ્ચ સ્તર છે. જ્યારે તે RBIની 6 ટકાની મર્યાદા કરતાં 1.44 ટકા વધુ છે. નવા અપડેટ થયેલા ડેટા અનુસાર જૂનમાં છૂટક ફુગાવાનો દર 4.87 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તે 6.71 ટકા હતો.


ખાદ્ય ચીજો 11.51% મોંઘી થઈ


છૂટક ફુગાવાની ગણતરીમાં 'કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ' સૌથી મહત્વપૂર્ણ છે, તે ખાદ્ય ચીજવસ્તુઓમાં વધતી ફુગાવો દર્શાવે છે. તે મુજબ જુલાઈમાં ખાદ્ય મોંઘવારી દર 11.51 ટકા રહ્યો છે. એટલે કે ખાદ્યપદાર્થો 11.51 ટકા મોંઘા થયા છે.


શહેરોમાં ખાદ્ય મોંઘવારી દર 12.32 ટકા રહ્યો છે ત્યારે ગામડાઓમાં પણ તે 11.04 ટકા પર પહોંચી ગયો છે. જૂન 2023માં એકંદરે ખાદ્ય ફુગાવો 4.55 ટકા હતો. જ્યારે જુલાઈ 2022માં તેનો દર 6.69 ટકા હતો. આ રીતે ખાદ્યપદાર્થો માસિક ધોરણે લગભગ 3 ગણા મોંઘા થયા છે અને વાર્ષિક ધોરણે પણ આ મોંઘવારી લગભગ બમણી થઈ ગઈ છે.


શાકભાજી-મસાલાએ જનતાનું 'તેલ' કાઢ્યું


જુલાઈના આંકડા દર્શાવે છે કે શાકભાજી અને મસાલામાં સૌથી વધુ મોંઘવારી વધી છે. જુલાઈ મહિનામાં શાકભાજી 37.34 ટકા મોંઘા થયા છે. જ્યારે મસાલાનો મોંઘવારી દર 21.63 ટકા રહ્યો છે. આ સિવાય કઠોળ અને અનાજનો મોંઘવારી દર 13 ટકાથી ઉપર રહ્યો છે. ખાદ્ય ફુગાવામાં પણ ખાસ તો શાકભાજીની મોંઘવારી અને તેમાં પણ ટામેટાંની મોંઘવારીને લીધે ફુગાવાએ ફરી માથું ઊંચક્યું છે અને રિઝર્વ બેન્કના સહનીય સ્તરને પાર થઈ ગયો છે. રિટેલ ફુગાવાના ઈન્ડેક્સમાં ફૂડ એન્ડ બેવરેજિસનો હિસ્સો 54.18 ટકા છે અને તેમાં જુલાઈમાં 10.57 ટકાનો વધારો નોંધાયો છે. ઈન્ડેક્સમાં શાકભાજીનો હિસ્સો 7.46 ટકા છે અને જુલાઈમાં તેનો ફુગાવાનો દર સૌથી વધુ 37.34 ટકા રહ્યો છે. અનાજનું વેઈટેજ 12.35 ટકા છે અને તેનો ફુગાવાનો દર 13.04 ટકા રહ્યો છે. દૂધ પણ સતત મોંઘું થઈ રહ્યું છે અને તેનો ફુગાવાનો દર 8.34 ટકા રહ્યો છે. મસાલાની મોંઘવારી પણ ઘણા મહિનાથી ઊંચા સ્તરે છે. જુલાઈમાં મસાલાનો ફુગાવો 21.63 ટકા નોંધાયો હતો, કારણ કે જીરું, હળદર, મરી, ધાણા વગેરેના ભાવ સતત વધી રહ્યાં છે. આમ, અનાજથી લઈને દૂધ અને શાકભાજીથી લઈને મસાલા એમ તમામ મોરચે મોંઘવારી પૂરજોશમાં આગળ વધી રહી છે.




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.