છૂટક ફુગાવો 3 મહિનાની ઊંચી સપાટી 4.81 ટકાએ પહોંચ્યો, મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 5.2 ટકા વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-12 22:42:08

દેશમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય લોકોની જીવન હરામ થઈ ગયું છે. લોકોને બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થવાને પગલે જૂન મહિનામાં છૂટક ફુગાવો  4.81 ટકાના છેલ્લા ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે તેમ આજે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતીમાં જણાવાયું હતું. અલબત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લક્ષિત રેન્જ 6 ટકા કરતાં વર્તમાન સમયમાં ફુગાવાનો દર નીચો છે. મે મહિનામાં કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) ફુગાવાની 4.25 ટકાથી સમીક્ષા કરીને 4.31 ટકા કરવા આવ્યો છે, અલબત જૂન,2022માં ફુગાવો 7 ટકાના સ્તરે હતો.


ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું


એક કરફ મોંઘવારી આસમાને પહોંચી તો બીજી બાજુ દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનના મામલે સારા સમાચાર આવ્યા છે. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO)ના જણાવ્યા મુજબ મે મહિનામાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન (IIP) પણ વધીને 5.2 ટકા થયું છે. ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)ની દ્રષ્ટિએ માપવામાં આવતું ફેક્ટરી ઉત્પાદન મે,2022માં 19.7 ટકા વૃદ્ધિ પામ્યું હતું.નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસ (NSO) દ્વારા રજૂ કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જોવા મળે છે કે મે,2023માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 5.7 ટકા વધ્યું છે. સમીક્ષા હેઠળની અવધિ દરમિયાન માઈનિંગ (ખાણ ક્ષેત્ર) ઉત્પાદન 6.4 ટકા જ્યારે પાવર સેક્ટરમાં 0.9 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.અત્રે ઉલ્લેખનીય છે કે NSOના ફિલ્ડ ઓપરેશન્સ ડિવિઝનના ફિલ્ડ સ્ટાફ દ્વારા વ્યક્તિગત મુલાકાત મારફતે તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોના 1,114 શહેરી બજારો અને 1,181 ગ્રામોને આવરીને પ્રાઈઝ ડેટા એકત્રિત કરવામાં આવે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?