અસહ્ય મોંઘવારીથી પિડાતા લોકોને હમણા રાહત મળે તેવી કોઈ શક્યતા જોવા મળતા નથી. જાન્યુઆરી મહિનામાં મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જાન્યુઆરીમાં ત્રિમાસિક મોંઘવારી તેના ઉંચા સ્તર 6.52એ પહોંચી ગઈ છે. આ આંક ડિસેમ્બર મહિનામાં 5.72 ટકા અને જાન્યુઆરી 2022માં 6.01 ટકા હતી. ખાદ્ય પદાર્થોનો દર જાન્યુઆરીમાં 5.94 ટકા રહી જે ડિસેમ્બરમાં 4.19 ટકા હતી. આ પહેલા રિટેલ મોંઘવારી ઓક્ટોબર મહિનામાં તેના સર્વોચ્ચ સ્તર 6.77 ટકા પર હતી.
Retail inflation for January stands at 6.52%; Rural inflation is at 6.85% while urban inflation is at 6.00% pic.twitter.com/vB1B00SORP
— ANI (@ANI) February 13, 2023
RBIને સરકારે 4 ટકાનો લક્ષ્યાંક આપ્યો છે
Retail inflation for January stands at 6.52%; Rural inflation is at 6.85% while urban inflation is at 6.00% pic.twitter.com/vB1B00SORP
— ANI (@ANI) February 13, 2023દેશમાં મોંઘવારી વધવાના અનેક કારણો છે, એડવર્સ બેઝ ઈફેક્ટના કારણે હેડવિંડ ઈન્ફ્લેશન ઉપરની તરફ જતો જોવા મળી રહ્યો છે. રિટેલ મોંઘવારીમાં હજુ પણ જોઈ તો તેવો સુધારો જોવા મળતો નથી, અને ખાદ્ય પદાર્થોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે રિઝર્વ બેંકને દેશમાં રિટેલ મોંઘવારીનો દર 4 ટકા જેટલો રાખવાનો લક્ષ્યાંક આપ્યો છે. તેની ઉપર કે નીચા 2 ટકાને ટોલરેંસ લેવલ પણ આપ્યું છે. એટલે કે RBIએ દર વર્ષે મોંઘવારી દરને 2થી 6 ટકાની અંદર રાખવાનો રહે છે. હવે આજે સોમવારે જાહેર કરાયેલા રિટેલ ઈન્ફ્લેશનના લેટેસ્ટ આંકડા તેના અનુમાનથી ઘણો ઉંચો રહ્યો છે.
RBI વ્યાજ દરો વધારશે
વધતી મોંઘવારીએ સામાન્ય માણસની સાથે RBIની પણ ચિંતા વધારી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે લોકોને હમણા વધતા વ્યાજ દરથી કોઈ રાહત મળશે નહીં. RBI હવે વ્યાજદરો વધારવા મામલે વધુ આક્રમક વલણ અપનાવશે. RBI એપ્રીલ મહિનામાં પણ વ્યાજ દરોમાં વધુ 25 બેસીસ પોઈન્ટ્સનો વધારો કરી શકે છે.