Retail Inflation: સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધશે, મોંઘવારી 4 મહિનાની ટોચે પહોંચી


  • Published By :
  • Published Date : 2024-01-12 20:18:36

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોની મુશ્કેલી વધી છે અને હજુ પણ તેમા રાહત મળે તેવા આસાર જોવા મળતા નથી. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે મોંઘવારી વધી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાને કારણે છૂટક ફુગાવો ગયા મહિને વધીને 5.69 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવો નવેમ્બર, 2023માં 5.55 ટકા અને ડિસેમ્બર, 2022માં 5.72 ટકા રહ્યો હતો. અગાઉ ગત વર્ષે ઓગસ્ટમાં મોંઘવારી દર 6.83 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આ જ કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધ્યો છે, મોંઘવારીનો માર સામાન્ય માણસ પર પડી રહ્યો છે.


એક વર્ષમાં મોંઘવારી કેટલી વધી?

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)ના ડેટા અનુસાર, ખાદ્ય ચીજવસ્તુઓની છૂટક ફુગાવો ડિસેમ્બર મહિનામાં વધીને 9.53 ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં 8.7 ટકા હતો અને એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 4.9 ટકા હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિ સમીક્ષાની વિચારણા કરતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં લે છે. તેમને બે ટકાની વધ-ઘટ સાથે ફુગાવાને ચાર ટકા રાખવાની જવાબદારી સરકાર દ્વારા મળેલી છે.


નવેમ્બરમાં ત્રણ મહિનાની ટોચ પર હતી


મોંઘવારીની ડાકણ ફરી એકવાર માથું ઉંચકવા લાગી છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે નવેમ્બરમાં રિટેલ ઈન્ફ્લેશન વધીને 5.55 ટકાની ત્રણ મહિનાની ટોચે પહોંચી ગયો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત ફુગાવો ઓક્ટોબરમાં 4.87 ટકા હતો. જ્યારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.88 ટકાના સ્તરે હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય નીતિને ધ્યાનમાં લેતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવા પર નજર રાખે છે. તેને બે ટકાના તફાવત સાથે ચાર ટકા રાખવાની જવાબદારી મળેલી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?