મોંઘવારી કાબુમાં કેમ નથી આવી રહી? કેન્દ્ર સરકારે માંગ્યો RBI પાસે જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:19:07

મોંઘવારીને કાબુમાં લેવા માટે રિઝર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, જો કે તેમ છતાં પણ સપ્ટેમ્બરના આંકડા જોતા રિટેલ મોંઘવારી સંતોષજનક સ્તરથી ઉપર જ રહી છે. હવે  રિઝર્વ બેંકએ કેન્દ્ર સરકારને  રિપોર્ટ  આપીને સવિસ્તાર તેનું કારણ બતાવવું પડશે. વર્ષ 2016માં નવી નાણાકિય નીતિ બન્યા પછી પહેલી વખત એવું બન્યું છે કે રિપોર્ટ દ્વારા સરકારે પોતાના પગલા અંગે સરકારને પુરી માહિતી આપવી પડશે.


RBIની રિપોર્ટ ગુપ્ત રહેશે


ઈતિહાસમાં પહેલીવાર RBI કેન્દ્ર સરકારને મોંઘવારીનું કારણ આપશે, કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંકને મળેલી જવાબદારી પ્રમાણે આરબીઆઈને રિટેલ મોંઘવારી બે ટકા વધઘટ સાથે ચાર ટકા પર જાળવી રાખવી અનિવાર્ય છે. હવે જ્યારે સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી 7.41 ટકા પર છે ત્યારે  RBI કેન્દ્ર સરકારને રિપોર્ટ રજૂ કરી તેનું કારણ આપશે. જો કે RBIના ગવર્નર લક્ષ્મીકાંતા દાસનાં જણાવ્યા પ્રમાણે આ રિપોર્ટ સંપુર્ણપણે ગુપ્ત રહેશે.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?