આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. ગણતંત્ર દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહીછે. દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની તાકાત અને દેશના સંસ્કૃતિની ઝલક કર્તવ્ય પથ પર દર્શાવામાં આવી રહી છે. આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બન્યા છે. રાષ્ટ્રપતિએ ધ્વજ ફરકાવ્યો છે. 21 તોપોની સલામી આપવામાં આવી. વિવિધ રાજ્યોની ઝાંખી કરાવતા ટેબ્લા પરેડમાં ચાલશે. વિવિધ શસ્ત્રબળ પોતાની શક્તિનું પ્રદર્શન કરશે.
વિવિધ રાજ્યોની જોવા મળશે કર્તવ્ય પથ પર ઝાંખી!
ધ્વજ વંદન થાય તે પહેલા પીએમ મોદીએ વીરોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. બે મિનીટનું મૌન પણ ધારણ કર્યું હતું. રાષ્ટ્રપતિએ ધ્વજ વંદન કર્યું હતું. કર્તવ્ય પથ પર શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત સેનાની ત્રણેય ટુકડીને મહિલા ઓફિસરે લીડ કર્યું હતું. આર્મી મ્યુઝિકલ બેન્ડ પણ સામેલ થયું છે. વિવિધ રાજ્યોની ઝાંખી કર્તવ્ય પથ પર જોવા મળી રહી છે.
#WATCH | Cultural performances form a part of the #RepublicDay2024 celebrations at the Kartavya path in Delhi.
— ANI (@ANI) January 26, 2024
The Group consists of 1500 dancers giving the message of unity in diversity. The grand performance includes 30 folk dance styles uniquely prevalent in different states… pic.twitter.com/0ncpA3PfoX