ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષની વયે નિધન, પત્રકાર જગતમાં શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-11-27 22:02:39

ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ, પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું 97 વર્ષ આજે અમદાવાદમાં નિધન થયું છે. વય સંબંધિત બિમારીને કારણે છેલ્લા બે સપ્તાહથી તેઓ બિમાર હતા અને તે કારણે જ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનથી પત્રકાર જગતની જાણીતી હસ્તીઓ અને તેમના પરિવારમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. ઝવેરીલાલ મહેતાએ તેમની પુત્રી કાનન જોશીના ઘરે છેલ્લા શ્વાસ લીધા હતા. ઝવેરીલાલ દલપતરામ મહેતા ગુજરાત સમાચાર અખબારના સૌથી અનુભવી ફોટો જર્નાલિસ્ટ હતા. અખબાર જગતમાં 60 વર્ષથી વધુની તેમની કારકિર્દી છે. પોતાના અવનવા ફોટો માટે તેઓ ભારતભરમાં જાણીતા હતા. ફોટો જર્નાલિસ્ટ અને સાહિત્ય તથા શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ 2018માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

Image


ઈન્દિરા ગાંધી ઝવેરીલાલને રાખડી બાંધતા


સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના રહેવાસી ઝવેરીલાલ 1970ના દાયકાથી ગુજરાત સમાચાર સાથે સિનિયર ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા હતા. તેમને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઝવેરીલાલને રાખડી બાંધતા હતા. કિશોર કુમાર જેવી સ્ટાઈલ માટે જાણીતા ઝવેરીલાલ માત્ર તેમના ફોટોગ્રાફ માટે જ નહીં, પણ ફોટો લાઈનો માટે પણ વખાણવામાં આવતા હતા.  તેમના દરેક ફોટાની ફોટોલાઈનમાં તેઓ પોતાના ઉર્મિસભર વિચારો વ્યક્ત કરતા હતા.




2018માં પદ્મશ્રીથી સન્માન


ઝવેરીલાલને રાજ્ય કક્ષાના અસંખ્ય પુરસ્કારો મળ્યા હતા, વર્ષ 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિના હાથે રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી પણ આપવામાં આવ્યું હતું. છેલ્લી સદીના ઉત્તરાર્ધના દાયકાઓમાં ઝવેરીલાલની લોકપ્રિયતા અને સેલિબ્રિટીના દરજ્જાને જોતા, કારકિર્દી તરીકે ફોટો જર્નાલિઝમના માર્ગે અસંખ્ય યુવાનોને ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે જોડાવાની પ્રેરણા મળી હતી. ઝવેરીલાલના નિધનથી ગુજરાતી ફોટો જર્નાલિઝમના એક યુગનો અંત આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?