Gujarat Congressએ સુરતમાં બનેલી ઘટનાને યાદ કરતા X પર લખ્યું - જો બીજેપી ફરી સત્તામાં આવશે તો ભારતમાં હવે પછી કોઈ ચૂંટણી નહીં થાય, ત્યારે પ્રશ્ન થાય કે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-23 18:47:46

સુરત લોકસભા બેઠકની ચર્ચા ના માત્ર ગુજરાતમાં થઈ રહી છે પરંતુ સમગ્ર દેશમાં આ બેઠકની ચર્ચા થઈ રહી છે... દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...  

સુરતમાં બનેલી ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા કરાઈ ટ્વિટ

કારણ કે સુરતના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું તે બાદ કોંગ્રેસે જે રીતે આ મુદ્દાને ઉઠાવવો જોઈએ તે રીતે પાર્ટીએ આ મુદ્દો ઉઠાવ્યો નથી.. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ગઈકાલે સુરતમાં જે બન્યું તે એક ઉદાહરણ હતું. જો બીજેપી સત્તામાં આવશે તો ભારતમાં હવે પછી કોઈ ચૂંટણી નહીં થાય, કોઈ વિરોધ નહીં હોય, લોકોની સમસ્યાઓ સાંભળનાર કોઈ નહીં હોય.... 


ચૂંટણી સમયે જનપ્રતિનિધીઓ દેખાય છે જનતા વચ્ચે!

ચૂંટણી હોય છે ત્યારે નેતાઓ લોકોની વચ્ચે જોવા મળતા હોય છે. ચૂંટણી નજીક હોય છે ત્યારે નેતાઓને પોતાના મતવિસ્તારની જનતા યાદ આવે છે, મતદાતાઓને પડતી મુશ્કેલીઓ જાણે તેમને પડતી હોય તેવી રીતે મતદાતાઓ સમક્ષ હાજર થાય છે..! મતદાતાઓ પણ ચૂંટણીની રાહ જોતા હોય છે કે તેઓ પોતાને પડતી મુશ્કેલી જનપ્રતિનિધિને જણાવી શકે.. ચૂંટણી હોય ત્યારે સત્તા પક્ષને સવાલ કરવા પણ અનેક મુદ્દાઓ હોય છે. 


મુશ્કેલી અનેક છે પરંતુ સમસ્યાને લઈ બુલંદીથી વિપક્ષ નથી ઉઠાવતો સવાલ?

પરંતુ ગુજરાતમાં વિપક્ષ નબળું સાબિત થઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર જે પ્રમાણે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, વિપક્ષી નેતાઓ આક્રામક દેખાઈ રહ્યા છે પરંતુ જ્યારે રસ્તા પર ઉતરી તેનો વિરોધ કરવાની વાત આવે ત્યારે વિપક્ષ પાછીપાની કરતું હોય તેવું લાગે છે.. રાજ્યમાં અનેક મુદ્દાઓ છે જેના માટે વિપક્ષ ધારે તો બુલંદીથી અવાજ ઉપાડી શકે છે... સામાન્ય માણસોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.. પરંતુ જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરવાની વાત આવે ત્યારે વિપક્ષી નેતાઓ એટલા આક્રામક નથી દેખાતા... 

        


લોકોના પ્રશ્નો મુદ્દે વિપક્ષ દેખાઈ રહ્યું છે નિરસ!

આપણા દેશમાં લોકશાહી છે... લોકશાહીમાં જેટલી જવાબદારી સત્તા પક્ષની હોય છે તેના કરતા વધારે જવાબદારી વિપક્ષની હોય છે.. સામાન્ય માણસના મુદ્દાઓને, તેમને પડતી મુશ્કેલી માટે અવાજ બનવાની જવાબદારી વિપક્ષની હોય છે.. પરંતુ ગુજરાતમાં હાલ જેવી પરિસ્થિતિ છે તે જોતા લાગે કે વિપક્ષના નેતાને લોકોના મુદ્દાઓને ઉઠાવવામાં રસ જ નથી...! 


કોંગ્રેસ એટલી આક્રામક ના દેખાઈ જેટલી દેખાવી જોઈએ!

ગઈકાલે સુરતમાં જે થયું તે આપણે જાણીએ છીએ.. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ ગયા.. આ મામલે કોંગ્રેસ જેટલી આક્રામક દેખાવી જોઈએ તેટલી આક્રામક ગ્રાઉન્ડ પર નથી દેખાઈ તેવું કહીએ તો પણ આપણે ખોટા ના પડીએ..ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ આ ચૂંટણીમાં કયા મુદ્દાને આક્રામકતાથી ઉઠાવે છે...   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?