નકલી પીએસઆઈ મયૂર તડવીના રિમાન્ડ થયા મંજૂર, ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો મયૂર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-02 13:20:00

થોડા દિવસો પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. મયૂર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર કરાઈ પોલીસ એકેડેમીમાં ટ્રેનીંગ લઈ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મયુર પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ કૌભાંડ સામે આવતા પોલીસે તપાસ આરંભી હતી. નકલી પીએસઆઈ મયૂર તડવી મામલે આખરે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. જ્યારે આ કેસની તપાસ કરવાની જવાબદારી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આખરે મયૂર તડવીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂર કરી છે. 

  

વિધાનસભામાં ઉઠ્યો હતો આ મુદ્દો          

આ મામલો ગંભીર બનતા સરકારે સ્વીકાર્યું કે ત્રણ મહિનાથી મયૂર તડવી તાલીમ લેતો હતો. એકેડમીમાં તાલમી લઈ રહેલા 582 તાલીમાર્થીઓના ફેબ્રુઆરીનાં પગાર બિલ બન્યા ત્યારે મયૂર તડવીનું નામ પાસ થયેલા ઉમેદવારોના લિસ્ટમાં હતું જ નહીં. આ મામલો વિધાનસભામાં પણ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ઉઠાવ્યો હતો. સત્રમાં આ અંગે ચર્ચાની માગ કરવામાં આવી હતી પરંતુ ચર્ચા ન થતા વિપક્ષે ગઈકાલે વોકઆઉટ કરી લીધું હતું. બાદમાં વિધાનસભા અધ્યક્ષે 21 જેટલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરી લીધા હતા. 


આ કૌભાંડ અંગે સરકારને ખબર જ ન હતી?

ત્યારે મયૂર તડવીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગાંધીનગર કોર્ટમાં પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીને રજૂ કરાશે. મહત્વનું છે કે પોલીસની એકેડેમીમાં મયૂર ટ્રેનિંગ લઈ રહ્યો હતો છતાં પણ પોલીસને આ અંગે જાણ ન હતી. મયૂરે ન માત્ર પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ બની ટેનિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો પરંતુ સરકારી પગાર પણ મેળવી લીધો હતો. ત્યાં સુધી સરકારને આ અંગે ખબર ન પડી? જો આ સમગ્ર મામલો સામે ન આવ્યો હોત તો નકલી પીએસઆઈ બની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીએ કોઈ જગ્યા પર નોકરી પણ મેળવી લીધી હોત.           



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...