મિત્રને મળવા જવાનું કહીને છોકરો ઘરેથી 5 વાર બહાર જતો, માબાપે તપાસ કરાવી તો ખબર પડી નમાઝ પઢવા જાય છે!


  • Published By :
  • Published Date : 2023-06-08 12:29:35

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની આ ઘટના છે જેમાં એક સગીર વયનો બાળક ઘરેથી 5 વખત બહાર નીકળતો હતો. પહેલા તો પરિવારે ધ્યાન ન આપ્યું, પરંતુ આ ઘટના દરરોજ બનવા લાગી તો માબાપે સવાલો કર્યા. જેના જવાબમાં બાળકે કહ્યું કે તે જીમ જઇ રહ્યો છે. જો કે બાળકના કોઇ સંબંધીએ તેને મસ્જિદમાં જતો જોયો અને ઘરે જાણ કરી. અને આખી ઘટનામાં ખુલાસો થયો કે આ બાળક ઘરેથી 5 વાર જીમનું બહાનું કરીને મસ્જિદ જતો હતો નમાઝ પઢવા માટે.

છોકરાના પરિવારજનોએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી જેમાં જાણવા મળ્યું કે ઓનલાઇન ધર્મપરિવર્તનના એક સુવ્યવસ્થિત કાવતરાનો આ બાળક ભોગ બન્યો છે. પોલીસે બાળકની પૂછપરછ કરી જેમાં સામે આવ્યું કે તેણે વર્ષો પહેલા એક ગેમિંગ એપ ડાઉનલોડ કરી હતી. અને એપથી તે શાહનવાઝ નામના ઓનલાઇન ગેમરના સંપર્કમાં હતો.  અને ઓનલાઇન ગેમ રમતા રમતા તેની સાથે ચેટિંગ પણ કરતો હતો.

ગેમમાં જે સાથી પ્લેયર હોય તેની સાથે ગેમ રમવા ઉપરાંત વીડિયો ચેટિંગની પણ સગવડ  હોય છે.  આ એપમાં આ બાળક સાથે જે લોકો રમતા હતા તેમના આઇડી હિંદું નામથી હતા જેથી કોઇને શંકા ન જાય..આ એપનું નામ છે fortnite.. આ ગેમમાં શાહનવાઝ પહેલા પોતે ગેમ જીતતો અને ગેમમાં હારવાથી જે બાળકો હતાશ થયા હોય તેમને વાત કરીને કહેતો કે ગેમ જીતવી હોય તો હું જે લાઇન્સ  મોકલી આપું છું એ વાંચો અને આ રીતે તે  કુરાનની આયાતો મોકલતો..ધીમે ધીમે તે કુરાન અને ઇસ્લામ વિશે આ બાળકોને પ્રવચન આપવા લાગ્યો તેમનું બ્રેઇનવોશ કરવા લાગ્યો. તેમને કુરાનની વાર્તાઓ કહેતો અને આ એક દરરોજનું રૂટિન હતું. જેમાં બાળકો હોંશે હોંશે ભાગ લેતા અને પોતાની જીંદગીની ખૂબ પર્સનલ બાબતો શેર પણ કરતા.

કુમળી વયે જ્યારે દુનિયાની અને ઘટનાઓની વધુ સમજ  ન હોય ત્યારે દરેક બાળકને કોઇ બહારના એક વ્યક્તિ સાથે એક પ્રકારનું એટેચમેન્ટ થઇ જતું હોય છે. ખાસ કરીને ટીનએજના વર્ષોમાં મોટાભાગના બાળકો તેમના માતાપિતા સાથે એક પ્રકારનું ઘર્ષણ અનુભવતા હોય છે. તેમને એમ થાય છે કે કોઇ તેમને સમજતું નથી. આવી પરિસ્થિતિમાં તેમને બહારની દુનિયાનો મોહ, બહારનું આકર્ષણ વધારે હોય છે. અને આ જ એવી નાજુક પરિસ્થિતિ હોય છે જેમાં તેઓ ખરાબ સંગતના રવાડે ચડી જતા હોય છે. શાહનવાઝ બાળકોનું બ્રેઇનવોશ થાય એ માટે તેમને ઝાકિર નાઇકના વીડિયો દેખાડતો. તારિક જમીલના વીડિયો દેખાડતો. આ રીતે ચંદીગઢ , હરિયાણા અને યુપીના અંદાજે 4 બાળકોએ ઇસ્લામ અપનાવ્યો હોવાની ઘટનાઓ બની છે.

ગાઝિયાબાદના જે બાળકની માબાપે પોલીસમાં ફરિયાદ કરી હતી તેને સમજાવીને પોલીસે પાછો વાળ્યો છે.  પોલીસ સહિત હવે કેન્દ્ર સરકારની એજન્સીઓ ગાઝિયાબાદમાં પહોંચ્યા છે અને આ આખી ઘટનાની તપાસ  કરી રહ્યા છે.  અને આ તપાસમાં હવે આ આખા કાંડનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. પાકિસ્તાનથી એક શખ્સ યુટ્યુબ ચેનલ ઓપરેટ કરતો હતો અને ઓનલાઇન ગેમની લિંક મુકીને પછી બાળકોને ગેમ રમવાનું આમંત્રણ આપતો હતો. આખી ઘટનામાં સમજવાનું એમ છે કે બાળકો જ્યારે ઇન્ટરનેટ પર કંઇક જોતા હોય ત્યારે તેઓ શું જુએ છે તેનું ધ્યાન રાખવાની જવાબદારી માબાપની છે. મોબાઇલ  એપમાં ચાઇલ્ડ લોક લગાવી દેવાથી કામ પૂરું નથી થઇ જતું. બાળકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે કોને મળે છે. કોની સાથે કઇ ચીજવસ્તુની આપ લે કરે છે, તેની દરેક સામાન્ય લાગતી વર્તણુંક પર નજર  રાખવી જરૂરી છે.  કારણકે આ વર્તણુંકમાં જ સંકેતો હોય છે જેનાથી તેમને ખોટી દિશામાં જતા રોકી શકાય છે.

આનો અર્થ એવો પણ નથી કે બાળક પર સતત પહેરો રાખવો, કડક વાતાવરણ કરી નાખવું કે જેમાં તેનો શ્વાસરૂંધાવા લાગે, પણ તેને વધુને વધુ સમજવાનો પ્રયાસ કરવો તેને પ્રેમથી પાસે બેસાડીને પૂછવું.  તેના મિત્રો સાથે પણ સારો વ્યવહાર રાખી તેને એક સુરક્ષિત વાતાવરણ આપવું. એવા પ્રકારનું વાતાવરણ કે જેમાં તેને કોઇ જજમેન્ટ કે કોઇ સજાની બીક ન હોય. બાળક જ્યારે વાતો શેર કરે તો તેને વઢામણ કે બૂમાબૂમ ન મળે પરંતુ સ્નેહભર્યા જવાબો મળે તેને એક પ્રકારનો વિશ્વાસ હોય કે મારે મારી મમ્મીને અથવા પપ્પાને વાત કરવી જરૂરી છે. જે ઘરમાં માતાપિતા અને બાળક વચ્ચે આ પ્રકારનો સંવાદ રૂટિનમાં થતો રહેશે એ ઘરમાં ક્યારેય પણ કોઇ બાળક ખોટી ગતિવિધિઓમાં નહિ પડે.. અને તેઓ સલામત રહેશે...



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.