રિલાયન્સ ગ્રુપની કંપની જિયોના ચોથા ત્રિમાસિકના પરીણામો જાહેર થઈ ચુક્યા છે. રિલાયન્સ દ્વારા જિયોના ત્રિમાસિક પરિણામોને જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરિણામો મુકેશ અંબાણીને રાહત આપનારા છે. માર્ચ 2023 ત્રિમાસિકમાં રિલાયન્સ જિયોનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 13 ટકા વધીને રૂ.4716 કરોડને પહોંચી ગયો છે. આજે બજાર બંધ હોવા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરી દીધા છે.
Jioનું પરિણામ જાહેર
રિલાયન્સ જિયોના પરિણામો સારા આવતા તેણે ભવિષ્ય માટે આશા વધારી છે. કંપનીના પ્રોફિટ અને રેવન્યુ બંને વધ્યા છે. ત્યાં જ કંપનીનું માર્જિન ફ્લેટ 52 ટકા રહ્યો છે. જ્યારે રેવન્યુની વાત કરીએ તો નાણાકિય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં જિયોનું નેટ પ્રોફિટ 13 ટકા વધ્યું છે.
કંપનીએ રૂ.4716 કરોડનો નફો કર્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં Jioનો નફો 4173 કરોડ રૂપિયા હતો. આ વર્ષે તેમાં 1.7 ટકાનો વધારો થયો છે. વર્ષ માટે કંપનીની ઓપરેશનલ રેવન્યુ રૂ. 23,394 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 12 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજી તરફ, EBITDA વિશે વાત કરીએ તો, તે ક્વાર્ટર-દર-ક્વાર્ટરમાં 1.7 ટકા વધીને રૂ. 12210 કરોડ થયો છે.