રિલાયન્સ હોસ્પિટલને ઉડાવી દેવાની અને અંબાણી પરિવારને મોતની ધમકી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 19:36:34

એક અજાણ્યા વ્યક્તિએ દક્ષિણ મુંબઈમાં આવેલી સર એચએન રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર બુધવારે  ફોન કરીને ધમકી આપી છે. આ વ્યક્તિએ હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ સિવાય મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપવાનો મામલો પણ સામે આવ્યો છે. આ ધમકી બાદ હોસ્પિટલ અને અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં આ બીજી વખત છે જ્યારે અંબાણી પરિવારને ધમકી મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 1 વાગે હોસ્પિટલમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં ધમકી આપવામાં આવી છે.


પોલીસે આરોપીને પકડવાના પ્રયાસો કર્યા તેજ


ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નીલોત્પલે જણાવ્યું  કે ફોન કરનારે અંબાણી પરિવારના કેટલાક લોકોને નામ લઈને ધમકી પણ આપી હતી. આ અંગે ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે. હાલ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ કયા નંબર પરથી ફોન કરીને તેની ઓળખ શું છે. આ માહિતી મળ્યા બાદ આરોપીને પકડવાના પ્રયાસો તેજ કરવામાં આવશે.


અંબાણી પરીવારને અગાઉ પણ ધમકી મળી ચુકી છે


આ વર્ષે ઓગસ્ટમાં જ એક 56 વર્ષીય જ્વેલરની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર મુકેશ અંબાણીના પરિવારને ધમકી આપવાનો પણ આરોપ હતો. તેણે મુકેશ અંબાણીને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આરોપીની ઓળખ વિષ્ણુ વિધુ ભૌમિક તરીકે થઈ હતી. તેણે 9 વખત હોસ્પિટલમાં ફોન કરીને ધમકી આપી હતી. તેમાંથી એક કોલમાં તેણે કહ્યું કે તેનું નામ અફઝલ ગુરુ છે અને તે આગામી ત્રણ કલાકમાં કંઈ પણ કરી શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?