બાળકો ભણે તે માટે અનેક અભિયાનો ચાલી રહ્યા છે. ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે પરંતુ શિક્ષણનું સ્તર પ્રતિદિન ઘટી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ થઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે કે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર... અનેક એવી સરકારી નોકરી છે જ્યાં જગ્યા ખાલી હોવા છતાંય કાયમી ભરતી નથી કરવામાં આવતી!
ગુજરાતની શાળાઓમાં છે શિક્ષકોની ઘટ!
બાળક ભણીને આગળ વધે છે ત્યારે દેશની પ્રગતિ થાય છે. અનેક જગ્યાઓ પર વિદ્યાર્થીઓ હોય છે પરંતુ શાળામાં શિક્ષકો નથી હોતા. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત અનેક વખત ઉઠી છે. શાળામાં શિક્ષકો નથી હોતા જેને કારણે બાળકના ભણતર પર અસર પડે છે. ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ઉમેદવારો કરી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ટ્વિટ
ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે આપણે જાણીએ છીએ. અનેક જગ્યાઓ ખાલી છે પરંતુ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે ગુજરાત સરકાર કાયમી ભરતી કરો... આટલી જગ્યાઓ ખાલી છતાં ભરતી કેમ નહીં? વિદ્યાર્થી વિરોધી ભાજપ સરકાર...