પેગાસસ સોફ્ટવેરને લઈ રાહુલ ગાંધીએ કહ્યું મારા ફોનમાં પેગાસસ હતું, અધિકારીએ કહ્યું ફોન પર સાચવીને વાત કરો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-03 11:24:37

7 દિવસના બ્રિટનના પ્રવાસે રાહુલ ગાંધી ગયા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમણે લેક્ચર આપ્યું હતું. વિવિધ મુદ્દાઓ પર તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. પરંતુ પોતાના ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે તેમના ફોનમાં પેગાસસ જાસૂસી સોફ્ટવેર હતું. એટલું જ નહીં વધુમાં તેમણે કહ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં નેતાઓના ફોનમાં પેગાસસ છે. રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું કે અધિકારીએ ફોન પર વાત કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપી હતી. કારણ કે તમારો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે. 


લેક્ચરમાં રાહુલે શેર કર્યો ભારત જોડો યાત્રાનો અનુભવ 

ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી હંમેશા ચર્ચામાં રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રામાં રાહુલ ગાંધીને લોકો તરફથી સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. પોતાની આ યાત્રાનો અનુભવ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે શેર કર્યો હતો. ઉપરાંત પોતાના લેક્ચરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાહુલ ગાંધી જ્યારે બ્રિટન પહોંચ્યા તે દરમિયાનનો તેમનો લૂક ચર્ચામાં આવી ગયો હતો. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની વધતી દાઢી પર ચર્ચા થઈ રહી હતી તો તેમના નવા લુકની પણ ચર્ચામાં આવ્યો છે. સેટ કરેલી દાઢી, સૂટ ટાઈમાં લેક્ચર લેવા રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા હતા.


ફોનમાં પેગાસસ સોફ્ટવેર હતું - રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીનું લેક્ચર સાંભળવાની કલા પર કેન્દ્રિત હતું. પોતાના લેક્ચર દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી ઉપરાંત ભારતની કેન્દ્ર સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. તેમના લેક્ચર ત્રણ ભાગમાં વહેચાયેલા હતા. પરંતુ આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમના ફોનમાં પેગાસસ સોફ્ટવેર હતું. પેગાસસ સોફ્ટવેરની વાત કરીએ તો આ એક જાસૂસ સોફ્ટવેર છે. આ એક સોફ્ટવેર છે જે ટાર્ગેટના ફોનમાં જાય છે અને ડેટા લઈને પોતાના સેન્ટરમાં ટ્રાન્સમિટ કરે છે. વધુમાં રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે તેમની પાસે તેમના ફોનમાં પેગાસસ જાસૂસી સોફ્ટવેર હતું. એટલું જ  નહીં પરંતુ ભારતમાં મોટી સંખ્યામાં નેતાઓના ફોનમાં પેગાસસ છે. મને ઈન્ટેલિજન્સ અધિકારીઓએ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તમે ફોન ઉપર જે પણ કહો છો તેવા વિશે ખૂબ સાવધાન રહો. કારણ કે અમે તેને રેકોર્ડ કરી રહ્યા છીએ.          


અનેક રાજનેતાઓના ફોનમાં પેગાસસ હોવાનો રાહુલનો દાવો 

રાહુલ ગાંધીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ કહીં રહ્યા છે મારા ફોનની જાસૂસી થાય છે. વિપક્ષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવે છે. ભારતમાં વિપક્ષી નેતા તરીકેનું દબાણ છે જે સતત સહન કરવું પડે છે. મોટા ભાગના રાજનૈતિક નેતાઓના ફોનમાં પેગાસસ છે. મારા ફોનમાં પણ પેગાસસ હતું. વધુમાં તેમણે કહ્યું કે મારી સામે ઘણા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે પરંતુ આ કેસ બાબતો માટે દાખલ કરવામાં આવ્યા હતા જે ગુનાહિત ન હતી. દેશમાં મીડિયા અને લોકશાહી માળખા પર આવો હુમલો થઈ રહ્યો છે ત્યારે વિપક્ષ તરીકે તમારા માટે લોકો સાથે વાત કરવી મુશ્કેલ બની જાય છે. 




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..