નવા વર્ષની શરૂઆત થતાં જ ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ ગઈ હતી. દેશના અનેક રાજ્યોમાં હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શીતલહેર તેમજ કોલ્ડ વેવનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઉત્તરભારતના અનેક રાજ્યોમાં આવનાર સમયમાં હજી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને વિઝીબીલીટી પર ઘટી રહી છે.
આવનાર દિવસોમાં વધશે ઠંડીનો પારો
દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત નીચે આવી રહ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ ત્યાં જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ પર હિમવર્ષા પણ થઈ રહી છે. દિલ્હીમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે વિઝીબીલીટી ઘટી રહી છે. દિલ્હી સિવાય મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ સહિતના રાજ્યોમાં આવનાર દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છે.
અનેક સ્થળો પર થઈ હિમવર્ષા
હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર ચાર-પાંચ દિવસો દરમિયાન વધારે ઠંડી પડી શકે છે. 7 જાન્યુઆરી સુધી દિલ્હી, રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. વધતી ઠંડીને કારણે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં વધતી ઠંડીને કારણે આની અસર અનેક રાજ્યોના તાપમાન પર પડી શકે છે.
કેદારનાથ મંદિર બહાર પથરાઈ બરફની ચાદર
નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. ત્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહે જ કેદરનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી જેને કારણે ત્યાની ધરા બરફની સફેદ ચાદરમાં લપેટાઈ ગઈ હોય તેવા દ્શ્યો સર્જાયા હતા.