ચૂંટણી પહેલા ભાજપમાં શરૂ થયો ભરતી મેળો! કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો કર્યો ધારણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-16 18:37:38

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટીમાં ભરતીની મોસમ આવતી હોય તેવું લાગે છે. અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાનો પક્ષ છોડી બીજા પક્ષમાં જોડાઈ જતા હોય છે જેને લઈ રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયો ધારણ કરી લીધો છે. સી.આર.પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરતના અંબાનગર સ્થિર ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઓફિસે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

પોતાના સમર્થકો સાથે હરેશ વસાવાએ ધારણ કર્યો કેસરિયો 

ગુજરાત કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો મળ્યો છે. નર્મદા જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા હરેશ વસાવાએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ અપનાવ્યો છે. પોતાના 150 જેટલા સમર્થકો સાથે તેમણે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા દરેક પાર્ટીના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. રાજકીય પક્ષોમાં ભરતી મેળો ચાલે ચૂંટણીની સિઝન દરમિયાન ચાલતો હોય છે. થોડા સમય પહેલા વડોદરામાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટરોએ રાજીનામા આપી દીધા હતા જેને કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો ત્યારે આજે હરેશ વસાવાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. 


ભાજપના કામોને જોઈ હરેશ વસાવાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો! 

મહત્વનું છે કે એક સમયે જે પાર્ટી વિરૂદ્ધ નેતાઓ નિવેદનો આપતા હોય છે તે પક્ષ તેમને અચાનક સારો લાગવા લાગે છે. અનેક નેતાઓના નિવેદનો આવા પ્રકારના હોય છે. કેસરિયો ધારણ કર્યા બાદ હરેશ વસાવાએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી કાર્યક્ષેલીના કારણે છેવાડા ગામ સુધી વિકાસ થઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસયાત્રાને છેવાડાના ગામ સુધી લઈ જવામાં આવી છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અંતે નિર્ણય કર્યો છે.      



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...