ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI)એ ટેલિકોમ કંપનીને કડક નિર્દેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓને રિચાર્જ પ્લાન 28 દિવસને બદલે 30 દિવસ માટે કરવાની સુચના આપી છે. જેને કારણે પ્રીપેડ મોબાઈલ ગ્રાહકોને ફાયદો થશે. સાત મહિના પહેલા જ ટ્રાઈએ ટેલિકોમ કંપનીને પોતાના પ્લાનમાં ફેરફાર કરવાનું કહ્યું હતું, પરંતુ તેનું પાલન ન થતા 60 દિવસની અંદર અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.
30 દિવસ માટે રહેશે પેક વેલિડિટી
ટેલિકોમ કંપનીઓના હાલના પ્લાનની વેલિડિટી માત્ર 28 દિવસ છે જેને બદલી 30 દિવસ કરવાનું નોટિફિશેન બહાર પાડ્યું હતું. પ્લાનની વેલિડિટી 28 દિવસ હોવાથી ગ્રાહકે 13 વાર રિચાર્જ કરાવું પડે છે. જેને કારણે આર્થિક ભારણ વધે છે. આ અંગે ગ્રાહકો સતત ફરિયાદ કરી રહ્યા હતા. ટ્રાઈએ એપ્રિલ મહિનામાં જ વેલિડીટિ વધારવા સૂચના આપી દીધી હતી. પરંતુ સૂચનાનું અમલ ન થતા ટ્રાઈએ કડક વલણ અપનાવ્યું છે.
શા માટે હોય છે 28 દિવસની વેલિડિટી
દરેક ટેલીકોમ કંપની પોતાની રિચાર્જની વેલિડીટી 28 દિવસ રાખે છે. કારણકે કોઈ મહિનામાં 30 દિવસ હોય છે તો કોઈ મહિનામાં 31 દિવસ હોય છે. તો ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય છે. મહિનામાં દિવસોની ગણતરીમાં ભૂલ ન થાય તે માટે રિચાર્જ પ્લાન 28 દિવસનો રાખવામાં આવે છે.