વૈશ્વિક મંદીના કારણે દુનિયાભરના અર્થતંત્રોમાં આર્થિક પ્રવૃતિઓ શિથિલ થઈ ગઈ છે. દેશ અને વિદેશની ટોચની આઈટી કંપનીઓ પર તેની અસર જોવા મળી રહી છે. ગયા વર્ષની તુલનામાં આઈટી કંપનીઓના સ્ટાફની ભરતીમાં 25 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.
નવી નોકરીઓ 50 ટકા જેટલી ઘટી શકે
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સમગ્ર નાણાકિય વર્ષ દરમિયાન દેશની આઈટી કંપનીઓમાં નવા કર્મચારીઓની સંખ્યા 50 ટકા જેટલી ઘટી શકે છે, લગભગ 227 અબજ ડોલરની સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીઝના નવા જોબ એડિશનનો આ આંકડો ખુબ જ નબળો મનાઈ રહ્યો છે.
સ્ટાફ ઘટાડા પાછળનું કારણ યુરોપ અને અમેરિકા જેવા વિકસિત અર્થતંત્રમાં બિઝનેશ એક્ટિવિટીઝ સુસ્ત થઈ છે. તે ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે દુનિયાભરની આઈટી કંપનીઓની હાલત ખરાબ થઈ ગઈ છે.