વૈશ્વિક મંદીથી IT સેક્ટરને ફટકો, દુનિયાની આ જાયન્ટ ટેક કંપનીઓએ કરી છટણીની જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-08 15:00:59


દુનિયાભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે, વિશ્વની અગ્રણી અને જાયન્ટ ટેક કંપનીઓેની આવક ઘટતા નવી ભરતી અટકાવી દીધી છે. તે ઉપરાંત કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે છટણીની પણ જાહેરાત કરી છે. હાલ આઈટી સેક્ટર વૈશ્વિક મંદીનો સૌથી વધુ ભોગ બન્યું છે.


આ કંપનીઓએ કરી છટણીની જાહેરાત


વૈશ્વિક સ્તરે મોટી કંપનીઓ એમેઝોન, ગુગલ, ફેસબુક, ટ્વિટર, એપલ, જેવી કંપનીઓ આ છટણીની જાહેરાત કરી છે. ભારતમાં પણ આઈટી કંપનીઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ભારતની અનએકેડેમી, બાયજૂ જેવા સ્ટાર્ટઅપે પણ કર્મચારીઓની સંખ્યા ઘટાડી છે.  


ટેક કંપનીઓને શા માટે ફટકો?


વિશ્વભરમાં મંદીનો માહોલ હોવાથી આઈ ટી સેક્ટરની આવક ઘટી છે. તીવ્ર સ્પર્ધાના કારણે વિજ્ઞાપનોની આવક ઘટી છે. તે ઉપરાંત નવા ઓર્ડર પણ મળવાના બંધ થયા છે. અમેરિકાની ફેડ રિઝર્વએ વ્યાજ દર વધારતા ટેક કંપનીઓ પર વ્યાજ બોજો વધ્યો છે, હવે આ જ સ્થિતી યુરોપની આઈ ટી કંપનીઓ સાથે જ પણ જોવા મળી રહી છે. ભારતની આઈ ટી કંપનીઓને અમેરિકા અને યુરોપના દેશોમાંથી આઉટ સોર્સિંગનું કામ મળવાનું ઓછું થયું છે. યુરોપ અને અમેરિકામાં હાલ તીવ્ર મંદી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?