હમણાં થોડા સમયથી પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓનો સફાયો થઇ રહ્યો છે . આનો પ્લોટ તમને સમજાઈ જશે કેમ કે , તમે ઘણી વેબસીરીઝ તો જોઈ જ હશે . હમણાં જ પાકિસ્તાનમાં ૨૬/૧૧નો મુંબઈ હુમલો કરાવનાર હાફિઝ સઈદના ખાસ માણસ અબુ કતલની ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઇ ચુકી છે . જોકે હંમેશાની જેમ પાકિસ્તાન ભારતનો જ વાંક કાઢતું રહે છે . પાકિસ્તાન એક એવો દેશ જે ઘણા સમયથી ખુબ ચિંતિત છે . તેની પર હમણાં જ થોડા સમય પેહલા અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . આ પછી ગયા અઠવાડીએ બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકનો હુમલો બલુચ લિબરેશન આર્મી દ્વારા કરવામાં આવ્યો હતો .
હવે પાકિસ્તાનમાં કેટલાક ભારત વિરોધી આતંકવાદીઓની હત્યાઓ થઈ રહી છે . હાફિઝ સઈદ , કે જે લશ્કરે તયબા નામનું સંગઠન ચલાવે છે તેનો ખાસ માણસ અબુ કતલની પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લામાં ઉર્ફ ફૈઝલ નદીમની હત્યા થઈ ચુકી છે સાથે જ તેનો એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થયો હતો . અબુ કતલએ "કતલ સિંધી" તરીકે પણ જાણીતો હતો. અબુ કતલએ એલીટીનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો . તેની પર હુમલાવરોએ ૧૫ થી ૨૦ રાઉન્ડ ફાયરિંગ કરી હતી . અબુ કતલએ હાફિઝ સઈદનો ખુબ વિશ્વાસુ વ્યક્તિ હતો . તે જૂન ૨૦૨૪માં જમ્મુ કાશ્મીરમાં થયેલા રિયાસી હુમલાનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો . ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમે તેનું નામ ચાર્જશીટમાં પણ એડ કર્યું હતું .આ અબુ કતલ જમ્મુ કાશ્મીરમાં ૨૦૦૦ની સાલમાં ઘૂસણખોરી કરીને ઘુસ્યો હતો આ પછી તે ૨૦૦૫માં ચુપચાપ નીકળી પણ ગયો હતો . તેની પાસે જમ્મુકાશ્મીરના પુંચ અને રાજોરીમાં ઓવરગ્રાઉન્ડ કાર્યકરોનું જબરદસ્ત નેટવર્ક પણ હતું . અબુ કતલે આ બેઉ જિલ્લાઓમાં નવા યુવાનોની ભરતીનું આયોજન કર્યું હતું . જોકે આ હુમલા પછી હાફિઝ સઈદના દીકરા તાલહા સઈદની સુરક્ષા પાકિસ્તાની એજન્સીઓ દ્વારા વધારી દેવામાં આવી છે . હાફિઝ સઈદ ઘણા લાંબા સમયથી આવા હુમલાઓનો સામનો કરી રહ્યો છે . ૨૦૨૧ના વર્ષમાં લાહોરમાં તેના છુપા ઠેકાણા નજીક જે સુસાઇડ હુમલો થયો હતો તેમાં તે માંડમાંડ બચ્યો હતો . જોકે આ હુમલાઓથી લશ્કરે તયબ્બામાં જબરદસ્ત ફફડાટ જોવા મળી રહ્યો છે . આની માટે એક જ દાખલો પૂરતો છે તે છે , અબ્દુલ રેહમાન મક્કી , જે LETમાં સેકન્ડ ઈન કમાન્ડ હતો , તેનું ડિસેમ્બર ૨૦૨૪માં મૃત્યુ થયું આ પછી હાફિઝ સઈદ તેની અંતિમયાત્રામાં હત્યાના ડરના કારણે હાજર નહોતો રહી શક્યો. મક્કીની આ યાત્રામાં હાફિઝ સઈદના દીકરાએ હાજરી આપી હતી . હવે સંભાવના વધી ગઈ છે કે , હાફિઝ સઈદ પણ આવી રીતે ગમે ત્યારે ઠાર મરાઈ શકે છે . પાકિસ્તાન હંમેશાની જેમ ભારતને જ પોતાના ત્યાં થયેલા હુમલાઓ માટે જવાબદાર ગણે છે . અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના સદસ્ય અને રાજકારણી હિલેરી ક્લિન્ટનને યાદ કરવા જોઈએ . કેમ કે તેમણે એકવાર કહ્યું હતું કે , "જો તમે તમારા ઘરના આંગણામાં સાપ પાળો છો તે તમારા પાડોશીને નઈ ડંખે પણ તમને ડંખ મારશે. " લાગી રહ્યું છે કે , પાકિસ્તાન પર આ વાત બરાબર લાગુ પડે છે .