આપણું ગુજરાત રાજ્ય દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે છે . તે પછી ઇન્ફ્રાસ્ટ્રકચર હોય કે પછી વ્યાપાર , ઉદ્યોગ. પરંતુ ગુજરાતમાં હમણાં જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સોલાર સેલ મેનુફેક્ટઉરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે આ દેશનો સૌથી મોટો મેનુફેક્ટઉરિંગ પ્લાન્ટ છે. એટલે કે , ગુજરાત પર્યાવરણની સુરક્ષામાં પણ હવે અવ્વલ નંબરે પહોંચી ચૂક્યું છે. આ સૌથી મોટો પ્લાન્ટ નવસારી જિલ્લાના ચીખલી ગામે બનાવવામાં આવ્યો છે . તે પણ એક ખાનગી કંપની દ્વારા જેનું નામ છે વારી એનર્જી લિમિટેડ . ભારતમાં કાર્બન ઉત્સર્જનમાં હાલમાં ખુબ નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ કાર્બન ઉત્સર્જનએ ગ્રીનહાઉસ વાયુઓ થકી થાય છે અને આ ગ્રીનહાઉસ વાયુઓ કોલસો , ખનીજ તેલ અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂતને જયારે બાળવામાં આવે ત્યારે તેમનો ઉદ્ભવ થાય છે . પરંતુ હવે આ કાર્બન ઉત્સર્જન સામે લડત આપવા આપણી પાસે કુદરતનો આખો ભંડાર એવો સૌર ઉર્જાનો ખજાનો છે. પરંતુ કુદરતના આ અખૂટ ભંડારનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ , તો સોલાર પાવર થકી . આ સોલાર પાવર પ્લાન્ટ ચાલે છે સોલાર સેલ થકી . હવે કાર્બન ઉત્સર્જન સામેની આ લડાઈમાં સમગ્ર ભારતમાં ગુજરાત મોખરાના સ્થાને છે. કેમ કે , નવસારી જિલ્લાના ચીખલી ખાતે દેશનો સૌથી મોટો 5.4 ગીગાવોટ ક્ષમતાનો સોલર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કાર્યરત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , કેન્દ્રીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વારી સોલર કંપની દ્વારા સ્થાપિત આ પ્લાન્ટ ભારતની સૌર ઊર્જા ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે.
હવે આપણે જાણીએ કે કઈ રીતે આ સોલાર સેલનું ઉત્પાદન કરતો પ્લાન્ટ રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે . ઘણાબધા સોલાર સેલને ભેગા કરોને તો સોલાર મોડ્યૂલ બને છે. અને આ બે થી ત્રણ સોલાર મોડ્યૂલને ભેગા કરો તો એક આખી સોલાર પેનલ બની જાય. જે આપણે આપણા ધાબામાં કે પછી ખુલ્લી જગ્યામાં લગાડીએ છીએ . ભારતમાં આ સોલાર મોડ્યૂલનું માર્કેટ ૮ બિલિયન ડોલર એટલેકે , લગભગ ૬૮,૦૦૦ કરોડનું આ માર્કેટ છે. ભારત એમાંથી લગભગ મોટાભાગના સોલાર મોડ્યૂલ ચાઇનાથી આયાત કરે છે. આટલુંજ નહીં , ચાઈના આ સોલાર મૉડ્યૂલ્સને આપણા માર્કેટમાં ડમ્પ કરે છે પરંતુ હવે ભારત સરકારે સોલાર મૉડ્યૂલ્સમાં આત્મનિર્ભર બનવા માટે ૨૪,૦૦૦ કરોડની પ્રોડકશન લિંકડ ઈંસેન્ટિવ સ્કીમ બહાર પાડી હતી . વારી એનર્જી લિમિટેડ આ યોજનાની મદદ લઇને સમગ્ર ભારતમાં સોલાર મોડ્યૂલનું ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની બની ગઈ છે . હવે , તેના સૌથી મોટા સોલાર મૉડ્યૂલ્સના મેનુફેક્ચરિંગ પ્લાન્ટનું નવસારીના ચીખલી ગામે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ , કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે . મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્લાન્ટના ઉદ્ઘાટન વખતે કહ્યું છે કે , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન અર્થ, વન સન વન ગ્રીડનો મંત્ર આપ્યો છે. તેમના વિઝનને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે. વારી એનર્જી દ્વારા ભારતના સૌથી મોટા ૫.૪ ગીગા વોટની ક્ષમતાના સોલર સેલ મેન્યુફેક્ચરીંગ યુનિટનું ઉદધાટન થયું છે. નવસારી જિલ્લામાં ૧૫૦ એકરમાં ફેલાયેલો આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણીય ઊર્જા માં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે. જે ભારતની નવીનીકરણીય ઊર્જા યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રિન્યુએબલ એનર્જી હબ બનવા જઇ રહ્યું છે. જે વિશ્વનું આપણા રાષ્ટ્ર પ્રત્યેની વિશ્વસનિયતા દર્શાવે છે.
ગુજરાતમાં જે રીતે પર્યાવરણની જાગૃતિ આવી છે તે સમગ્ર ભારત માટે માર્ગદર્શક બની રહેશે . આ જમાનો તો "કોઓપરેટીવ ફેડરાલીઝમ " એટલેકે , જ્યાં રાજ્યો એક બીજા સાથે વિકાસના કામોને લઇને સ્પર્ધા કરતા હોય છે તેનો છે . ગુજરાતનું જોઇને હવે બીજા રાજ્યો પણ વિવિધ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા પ્રયાસો કરશે . ગુજરાત બીજા અન્ય તમામ રાજ્યો માટે દીવાદાંડી સમાન બની રહેશે .