વાહન લેતા પહેલા વાંચી લો આ સમાચાર. RTOએ નંબર પ્લેટના નિયમોમાં કર્યા ફેરફાર જાણો કોણ હવેથી કઢાવી આપશે HSRP નંબર પ્લેટ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 12:41:11

સામાન્ય રીતે આપણે જ્યારે નવું વાહન ખરીદીએ છીએ ત્યારે નંબર પ્લેટ લેવા માટે આરટીઓના ધક્કા ખાવા પડતા હોય છે. નંબર પ્લેટ વગર વાહન નકામું ગણાય છે. જ્યાં સુધી નંબર પ્લેટ નથી આવતી ત્યાં સુધી વાહનને લઈ આપણે રસ્તા પર ફરી શક્તા નથી. પરંતુ હવે નિયમોમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. નંબર પ્લેટ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. હવેથી નવા વાહનોમાં ટેમ્પરરી નંબર પ્લેટ આપવામાં આવી છે. ચેન્જ કરવામાં આવેલા નિયમો અનુસાર ગાડીની સાથે જ હવે નંબર પ્લેટ આવી જશે. રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ વાહનનો નંબર આપવામાં આવશે અને તે બાદ વાહન આપવામાં આવશે.  


વાહનનો નંબર હવે ડિલરો જ આપશે

પહેલા તમે ગાડી લેવા જતા હતા તો ગાડીમાં નંબર નહોતી આવતી. આરટીઓમાં પણ આપણે જ ધકા ખાવા પડતા હતા. પણ આજથી ઘણા બધા બદલાવો આવવાના છે. આજથી વાહન ડિલરો માટે નવી સિસ્ટમ અમલમાં આવશે. હવેથી ગાડી લીધા પછીની આરટીઓની બધી વસ્તુ વાહનના ડીલરો જ કરશે. ટૂંકમાં આજથી આરટીઓનો ટેક્સ ભરવાથી ડોક્યુમેન્ટનું વેરિફિકેશન અને વાહનનો નંબર પણ ડીલરો જ આપશે. જો હમણા હમણાના સમયમાં તમે ગાડી લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ માહિતીનું ખાસ ધ્યાન રાખજો. 



જ્યારે નિયમોમાં ફેરફાર થાય છે ત્યારે લોકોને પડે છે મુશ્કેલી

દર વખતે એવું થાય છે ને કે જ્યારે બદલાવ આવે ત્યારે લોકોને થોડી તકલીફ થઈ જાય છે. આ વખતે પણ એવું જ થયું. અમદાવાદના વાહન ડીલરોને બે દિવસ કોમ્પ્યુટર પર જ બેસી રહેવું પડ્યું. કારણ કે નવા વાહનના ડેટા 13 તારીખ સુધીમાં આરીટીઓના સર્વરમાં જમા કરાવી દેવાનો હતો. જે કોઈ વાહનની વિગતો બાકી હોય તો એ વિગતો આરટીઓને ઈમેઈલ કરીને આપી દેવાનું કહી દેવામાં આવ્યું હતું. 



કાયમી નંબર મળવાને કારણે નહીં ખાવા પડે RTOના ધક્કા

તો બદલાવ એ થયો છે કે તમે નવું વાહન લેતા હતા તો પહેલા થોડા સમય માટેની નંબર પ્લેટ આવતીને. એ થોડા સમય માટેની ખોટી નંબર પ્લેટ હવે નહીં આવે. હવે ડીલર જ તમને કાયમી નંબર પ્લેટ આપી દેશે. એટલે તમારે આરટીઓના ધક્કા મટી જશે. 


શોરૂમ વાળાા જ વાહનની નોંધણી આરટીઓના સર્વરમાં કરાવી દેશે

અમદાવાદમાં વાહન લેવાના અને વેચાવાની વાત કરીએ તો લગભગ 1 હજાર જેટલા વાહનો લેવાતા હશે અને વેચાતા હશે. તો હવેથી જે દસ્તાવેજો તમારે આરટીઓમાં ધકો ખાઈને આપવા જવા પડતા હતા હવે એ દસ્તાવેજો તમારે જ્યાંથી ગાડી લો ત્યાં જ આપી દેવાના રહેશે. એટલે આરટીઓના ધક્કા જ બંધ થઈ જશે અને તમારા હાથમાં ગાડી આવશે ત્યારે પાક્કા નંબર પ્લેટવાળી જ ગાડી આવશે. શોરૂમવાળા લોકો જ આરીટીઓના સર્વરમાં નોંધણી કરાવી દેશે. શો રૂમવાળા જ તમને તમારી ગાડી આપી દેશે અને એ પણ નંબર પ્લેટવાળી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?