જ્યારે કોઈ મહિલા શાકભાજી લેવા જતી હોય છે ત્યારે પાણીપૂરી ખાઈને આવતી હોય છે. પાણીપૂરીની દુકાન પણ એવી જગ્યાઓ પર હોતી હોય છે જ્યાં મહિલાઓની અવરજવર વધારે હોતી હોય છે. ત્યારે વડોદરામાં પાણીપૂરી વેચવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા દ્વારા આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ગઈકાલે તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે સડેલા બટેકાનો જથ્થો મળી આવ્યો હતો.
આગામી 10 દિવસ સુધી નહીં થાય પાણીપૂરીનું વેચાણ
વડોદરા મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જે હકીકત સામે આવી હતી તે ચોંકાવનારી હતી. વિવિધ વિસ્તારોમાં વેચવામાં આવતા પાણીપૂરીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેના ક્વોલિટીની ચકાસણી કરવામાં આવી હતી અને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે રોગચાળો વધી રહ્યો છે. ત્યારે વડોદરા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 10 દિવસ સુધી પાણીપૂરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ગઈકાલે આરોગ્યવિભાગે પાડ્યા હતા દરોડા
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સિઝન દરમિયાન પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે. અનેક લોકો બિમારીનો શિકાર બનતા હોય છે. સમયાંતરે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દુકાનો પર તેમજ સ્ટોલ પર દરોડા પાડવામાં આવતા હોય છે કેવા ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તેનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે ગઈકાલે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપૂરી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ મળી આવી હતી. ચેકિંગ દરમિયાન પુરી, ચણા, બટેટા, પાણીપુરીનું પાણી, ચટણી, બટાકાનો માવો વગેરેનું ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચણા-બટેટા અને પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.
દરોડા બાદ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયો નિર્ણય
આરોગ્ય વર્ધક વસ્તુઓ ન હોવાને કારણે તેમજ રોગચાળો વધતો હોવાને કારણે આગામી 10 દિવસ સુધી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મનપા આરોગ્ય વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે કરવામાં આવેલા દરોડા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.