જ્યારે તમે કોઈ મહિલા અથવા તો છોકરીને પૂછો કે તમારૂં ફેવરિટ ખાવાની વસ્તુ કઈ છે તો અનેકના જવાબમાં હશે પાણીપુરી. પાણીપુરીનું નામ સાંભળતા જ અનેક લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ એવા સમાચારો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી જગ્યાઓ પર પાણીપૂરીનો મસાલો બનાવવામાં આવે તેનો પર્દાફાશ કરવામાં આવે છે. એ દ્રશ્યો જોઈને કદાચ આપણને ઉલ્ટી પણ આવી જાય. ત્યારે એક કિશોરીનું મોત પાણીપુરી ખાધા બાદ થયું છે તેવો કિસ્સો અમદાવાદમાં બન્યો છે.
પાણીપુરી ખાવાને લીધે બગડી કિશોરીની તબિયત
આજે પાણીપુરીની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કિશોરીએ પાણીપૂરી ખાધી તે બાદ તેને ગંભીર બિમારી થઈ. લીવરને લગતી બિમારી કિશોરીને થઈ ગઈ. ગંભીર બિમારીને ધ્યાનમાં રાખી લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું પરંતુ તેનું મોત થઈ ગયું. 13 વર્ષીય કિશોરીએ પાણીપુરી ખાધી. તે બાદ તેને પેટમાં દુખવાનું શરૂ થયું.
ગંભીર લીવર રોગનો ભોગ બની હતી કિશોરી
આ અંગેની ફરિયાદ કરી જેને પગલે તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. દવા લીધી પરંતુ કોઈ અસર ન થઈ. ત્યારે તપાસ દરમિયાન ખબર પડી કે તેને લીવરને લગતી બિમારી થઈ ગઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી Institute for kidney dieases and research centerમાં તેને લઈ જવામાં આવી. તપાસ દરમિયાન ખબર પડી કે તેને હિપેટાઇસિટ ઇ થયું છે. એટલું જ નહીં, હિપેટાઇટિસ ઇ એટલું વધી ગયું હતું કે તેના લીવરને પણ નુકસાન થયું હતું.
સર્જરી બાદ કિશોરીની વધુ બગડી તબિયત, થયું મોત
કિશોરીને સારવાર અર્થે ખસેડવામાં આવી. લીવરને ભારે નુકસાન થયું હોવાને કારણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ફરજ પડી. સર્જરી સફળ પણ ગઈ. પરંતુ તે બાદ કિશોરીની તબિયત ખરાબ થવા લાગી. સર્જરીના થોડા સમય બાદ તેની તબિયત લથડી અને અંતે તેનું મૃત્યુ થઈ ગયું. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. જે રોગને કારણે કિશોરીનું મોત થયું તેની વાત કરીએ તો આ રોગ લીવર સંબંધિત છે જે વાયરલ ઈન્ફેક્શનને કારણે થાય છે. અલગ અલગ પ્રકારના હિપેરાઈટિસ હોય છે.
જો તમે પણ બહારનું ખાવ છો તો ચેતી જજો
મહત્વનું છે કે આપણામાંથી અનેક એવા હોય છે જેઓ regularly અથવા તો બહુ બધી વાર બહારનું ખાતા હોય છે. બહારની વસ્તુઓમાં ટેસ્ટ તો હોય છે પરંતુ તે શરીરને નુકસાન પહોંચાડે તેવા હોય છે. બહારની વસ્તુઓ કેવી જગ્ચાઓ પર બને છે તેની જાણ આપણને નથી હોતી. કેવા મસાલા, કેવી રીતે બનાવવામાં આવે છે તે પણ આપણે જાણતા નથી. ડોક્ટરો પણ બહારનું ખાવાની ના પાડે છે. બહારની વસ્તુઓ અંગે ડોક્ટર્સ પણ ચેતતા રહેવાનું કહે છે. બહારનું તેમજ જંક ફૂડ ખાવવાની ખરાબ અસર આપણા શરીર પર પડે છે.