Dry fruit ખાતા પહેલા વાંચી લો આ સમાચાર, Jamnagarમાં ખજૂરમાંથી નીકળી જીવાત, ફૂડ વિભાગે હાથ ધરી તપાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-08 11:38:44

દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે. નાસ્તાઓ, મીઠાઈઓ તેમજ ડ્રાયફૂટ લોકો બહારથી લાવતા હોય છે. પરરંતુ બહારની વસ્તુઓ આજકાલ કેવી નિકળે છે તે આપણે જાણીએ છીએ. નકલી વસ્તુઓ લોકોને પધરાવી દેવામાં આવે છે. નકલી ઘી, નકલી મસાલો સહિત અનેક ખાદ્યપદાર્થો એવા હોય છે જે નકલી પકડાઈ રહ્યા છે. અનેક વખત એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે જેમાં ખાવામાંથી વંદો અથવા તો જીવાત નીકળે છે. ત્યારે અમદાવાદમાં અને જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ડ્રાયફૂટમાંથી જીવતી જીવાત નીકળી છે. મળતી માહિતી અનુસાર પટેલ કોલોનીમાં આવેલા બોમ્બે નમકીન દુકાનમાંથી ઈયળ નીકળી છે. ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી ઈયળ નીકળી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ તઈ રહ્યો છે. આ માહિતી સામે આવતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. એવી માહિતી સામે આવી છે કે જ્યારે આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે પેકેટમાંથી કોઈ જીવાત નીકળી ન હતી જેને કારણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી માહિતી ફૂડ ઈન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવી છે.     


ડ્રાયફૂટમાંથી નિકળી જીવાત!

આપણામાંથી અનેક લોકો એવા હશે જે અવાર-નવાર બહારનું ખાતા હશે. કોઈ વખત પિઝા તો કોઈ વખત બર્ગર, આઈસ્ક્રીમ અથવા તો પાણીપુરી ખાવાનો શોખ આપણામાંથી અનેક લોકોને હશે. સામાન્ય રીતે આપણે કહેતા હોઈએ છીએ કે આ બધી વસ્તુ આપણા શરીર માટે નુકસાનકારક છે. ત્યારે આપણે એ વાત નથી માનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી એવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળી રહી છે. થોડા સમય પહેલા જામનગરમાં યુએસ પિઝાના પિઝામાંથી વંદો નિકળ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહી છે. તો બીજી તરફ અમદાવાદમાં સાઉથ બોપલ સ્થિત શાલિગ્રામ શોપિંગ સેન્ટરમાં આવેલી માધવ ડ્રાયફ્રૂટ દુકાનમાંથી મનીષા પટેલ નામની મહિલાએ કાજુ લીધા હતા. જે બાદ ઘરે જઈને પેકેટ ખોલતા તેમાંથી ઈયળ નીકળી હતી. 


ખજૂરમાંથી નીકળી ઈયળ!

તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે. નાસ્તાઓ તેમજ મીઠાઈ લોકો બહારથી ખરીદતા હોય છે. અનેક લોકો તહેવારને ધ્યાનમાં રાખી ડ્રાયફૂટ પણ ખરીદતા હોય છે. હજી સુધી સમાચાર મળતા હતા કે પિઝા અથવા તો ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળે છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ડ્રાયફૂટમાંથી જીવાત નીકળી રહ્યા છે. જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ખજૂરમાંથી ઈયળ નીકળી છે. તેવો જ કિસ્સો અમદાવાદમાં પણ બન્યો હોય તેવી માહિતી સામે આવી છે. સઉથ બોપલ ખાતે આવેલા માઘવ ડ્રાયફૂટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉથ બોપલના શાલિગ્રામ શોપિંગ સેન્ટરની ઘટના છે.   


ચેકિંગના નામે થઈ રહ્યું છે નાટક!

મહત્વનું છે કે એક તરફ ફૂડ વિભાગ દ્વારા દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફૂડના સેમ્પલ લઈને સંતોષ માનવામાં આવતો હોય તેવું લાગે છે. બજારમાં શુદ્ધ અને સારો ખોરાક મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ એવું માનવું છે કે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવતું ચેકિંગના નામનું નાટક અને ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યું છે.         



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?