નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં નિર્મલા સીતારમણએ અનેક ક્ષેત્રો માટે બજેટ જાહેર કર્યું છે પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે આ અમૃતકાળનું પહેલું બજેટ છે. કોવિડ કાળ દરમિયાન 2 લાખ કરોડનું મફત અનાજ આપવાની શરૂઆત કરવામાં આવી છે જે હજી પણ ચાલું છે. ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે.
રેલ્વે વિભાગને લઈ કરી જાહેરાત
રેલવે વિભાગ માટે જાહેરાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે રેલવે પાછળ રોકાણમાં વધારો કરવામાં આવશે તે ઉપરાંત PPPને પ્રોત્સાહન આપવામાં આવશે અને રેલવે પાછળ 2.4 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. તે સિવાય ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રા માટે 75 હજાર કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય ખાનગી કંપનીઓના સહયોગથી નવી 100 યોજનાઓ શરૂ કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે કરાઈ આ જાહેરાત
શિક્ષણ ક્ષેત્રે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. તે મુજબ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0ની શરૂઆત કરવામાં આવશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત આગામી 3 વર્ષ માટે લાખો યુવાનોને રોજગાર આપવામાં આવશે. સિવાય સરકાર નેશનલ શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવશે. તે ઉપરાંત 30 સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર પણ સ્થાપિત કરવામાં આવશે. નેશનલ ડીજીટલ લાઈબ્રેરી પણ શરૂ કરવામાં આવશે. તે સિવાય એકલવ્ય સ્કૂલ માટે 38800 શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે.
મહિલાઓ માટે પણ કરવામાં આવી જાહેરાત
મહિલાઓ માટે પણ આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓ બે વર્ષ માટે બે લાખ રુપિયાનું રોકાણ કરી શકશે. આ ડિપોઝિટ પર ટેક્સ છૂટ મળશે અને તેની પર 7.5 ટકા રિટર્ન આપવામાં આવશે. આ પ્રકારની યોજનાઓ મહિલાઓ માટે પ્રથમ વખત લાવવામાં આવી છે.
અનેક વસ્તુઓ સસ્તી થઈ તો અનેક વસ્તુઓ મોંઘી થઈ
તે સિવાય નોકરિયાતને માટે રાહત વ્યક્તિગત કર મર્યાદામાં ફેરફાર કરાયો છે. કર મર્યદા 5 લાખથી વધારી 7 લાખ કરવામાં આવી છે. તે સિવાય સોનું,ચાંદી અને પ્લેટિનિમ મોઘું થયું છે તે સિવાય સિગરેટ પણ મોંઘી થઈ છે. વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ પણ મોંઘી થશે. તે સિવાય આ વસ્તુઓ સસ્તી થઈ છે જેમાં ઈલેક્ટ્રિક વાહનો, રમકડા, સાઈકલ, અમુક મોબાઈલો કેમેરાના લેન્સ સસ્તા થયા છે.
ખેડૂતોને લઈ કરાઈ આવી જાહેરાત
ખેડૂતોને ધ્યાનમાં રાખી પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ખેડૂતો માટે કિસાન ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે જેમાં ખેતીને લગતી માહિતી ખેડૂતોને મળી જશે. તે ઉપરાંત ફળદ્રુપ જમીનની ફાળવણી પર પણ ધ્યાન આપવામાં આવશે. આ ઉરાંત ગોવર્ધન સ્કીમ અંતર્ગત 500 નવા યુનિટ સ્થાપવામાં આવશે. તે સિવાય કીટનાશકો માટે 10000 બાયો ઈનપુટ સેન્ટર બનશે. બાગાયતી પેદાશો માચે 2200 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આને કારણે બાગાયતને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.