રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં અનેક જિંદગીઓ હોમાઈ છે.. ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી.. મૃતકના પરિવારજનોના આંસુ સૂકાઈ નથી રહ્યા... જનતામાં આક્રોશ ફેલાઈ રહ્યો છે.. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ કોથળામાં આવી રહ્યા છે.. અંતિમ વખત પરિવારજનોને તેમનો ચહેરો પણ નસીબ નથી થતો. એવું કહેવામાં આવે છે કે સ્ત્રી સંવેદનશીલ હોય છે.. પીડા ભલે બીજાની હોય પરંતુ તેની થોડી અનુભૂતિ તો તેમને પણ થતી હોય છે.. પરંતુ એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ અગ્નિકાંડ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી ન હતી. પરંતુ આટલા દિવસો બાદ તે આ મામલે બોલ્યા છે..
શું કહ્યું ભાનુબેન બાબરીયાએ પ્રતિક્રિયા આપતા?
રાજકોટમાં ગયા શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ.. આગની લપેટમાં આવીને 27 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ.. ગેમ ઝોનની મજા લેવા ગયેલા લોકોના જીવન સાથે ગેમ થઈ ગઈ હોય તેવું લાગ્યું. અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી પરંતુ ગુજરાતના એક માત્ર મહિલા મંત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી ના હતી આટલા દિવસો સુધી. ત્યારે આ મામલે ભાનુબેને પ્રતિક્રિયા આપી છે.. તેમણે કહ્યું કે તે તેમનાથી બનતી બધી કાર્યવાહી કરી રહ્યા છે.. ઘટના બની તે બાદથી તે અધિકારીઓ સાથે તે સંપર્કમાં છે.. જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને મૃતદેહ મળી જાય તે માટે તે સતતને સતત ચિંતા કરી રહ્યા છે.. તેમણે કહ્યું કે એસઆઈટી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે તેમાં દોષિતોને છોડવામાં નહીં આવે... પ્રતિક્રિયા આપતા આપતા તે ઈમોશનલ થયા હતા.. મહત્વનું છે કે આટલા દિવસો ભાનુ બાબરીયા મૌન રહ્યા, જમાવટની ટીમે જ્યારે તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમણે વાત કરવાનું ટાળ્યું હતું પરંતુ અચાનક તેમની પ્રતિક્રિયા સામે આવી છે..
અગ્નિકાંડ મામલે અનેક નેતાઓએ સાધ્યું મૌન
મહત્વનું છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે નેતાઓ દ્વારા, ધારાસભ્યો દ્વારા અનેક વખત મૌન સેવી લેવાતું હોય છે.. રાજકોટમાં જે દુર્ઘટના બની, તેમાં મૃત્યુ પામેલા પરિવારજનોને પોતાના સ્વજન પાછા નથી મળવાના, એ માતા પિતાને પોતાના સંતાનો પાછા નથી મળવાના પરંતુ શું નેતાઓની ફરજમાં નથી આવતું કે તે બે શબ્દો સંવેદનના વ્યક્ત કરે, સહાનુભૂતિના વ્યક્ત કરે.. મહિલા તરીકે તે આવી લાગણીને સમજી શકે છે, ભાનુબેન બાબરીયા તો મહિલા અને બાળ વિકાસ મંત્રી છે અને રાજ્યના એક માત્ર મહિલા મંત્રી છે.. ત્યારે મંત્રીની પ્રતિક્રિયા પર આપનું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..