ભારતીય રિઝવ બેંક ઓફ ઈન્ડિયાએ 8 શહેરોમાં ડિજિટલ કરન્સીનો પ્રારંભ કરી દીધો છે. આરબીઆઈએ આ યોજનાને પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત આ સિસ્ટમ લાગુ કરવાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. ડિજિટલ કરન્સી એવી રીતે જ કામ કરશે જેમ કરન્સી નોટ કામ કરે છે. ચુકવણી પદ્ધતિમાં એક નવો ઉમેરો થઈ ગયો છે. ઈ-રૂપીએ ડિજિટલ ટોકન તરીકે કામ કરશે.
ઓનલાઈન પેમેન્ટની મળશે સુવિધા
આ પાયલટ પ્રોજેક્ટ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલુર અને ભુવનેશ્વરમાં શરૂ કરવામાં આવ્યો છે જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક તેમજ આઈડીએફસી બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાથી ગ્રાહકો વ્યવહાર માટે તેમજ કોઈ પણ ખરીદી માટે આનો ઉપયોગ કરી શકે છે. ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ માટે પણ આ માધ્યમનો ઉપયોગ થઈ શકશે. આ કરન્સીને રાખવા બેંક ડિજિટલ વોલેટ પણ આપવામાં આવશે.
હાલ ચાર શહેરોમાં શરૂ કરાશે સુવિધા
શરૂઆતના સમયમાં માત્ર ચાર શહેરોમાં અને અમુક બેંકોમાં આ જ સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે પરંતુ થોડા સમય બાદ વધુ નવ શહેરો અને વધુ બેંકોમાં આને લોન્ચ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, ગુવાહાટી, ઈન્દોર, ગંગટોક, હૈદરાબાદ, કોચી, પટના, લખનઉ અને શિમલામાં લાગુ કરાશે. ઉપરાંત બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, HDFC બેંક તેમજ કોટક મહેન્દ્રા બેંકમાં આ સુવિધા મળશે. આ કરન્સીને અન્ય પ્રકારના ચલણમાં રૂપાતરિત કરી શકાય છે પરંતુ આની પર કોઈ વ્યાજ નહીં મળે.