રેપો રેટને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરબીઆઈએ રેપો રેટ તેમજ અન્ય નીતિ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા મતલબ કે જે રેપો રેટ અત્યારે છે તે યથાવત રાખવામાં આવ્યા છે. આ અંગેની જાહેરાત ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે.
રેપો રેટમાં નથી કરાયો ફેરફાર
રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાને કારણે લોનની ઈએમઆઈ પર કોઈ રાહત મળશે નહીં. કોઈ વધારો પણ નથી કરવામાં આવ્યો અને રાહત પણ નથી આપવામાં આવી. આરબીઆઈએ રેપો રેટને સ્થિર રાખ્યા છે. મહત્વનું છે કે આ સતત ચોથી વખત એવું બન્યું છે કે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મોનેટરી પોલિસી રિવ્યુની મીટિંગ મળી હતી જે ત્રણ દિવસ સુધી ચાલી હતી RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. રેપો રેટ હાલમાં 6.5 ટકા છે.
રેપો રેટની અસર પડે છે ઈએમઆઈ પર!
રેપો રેટની વાત કરીએ તો આ એ દર છે જેના પર રિઝર્વ બેન્ક અન્ય બેંકોને લોન આપે છે. રિઝર્વ બેંક દ્વારા જે નાણા બેંકોને આપવામાં આવે છે તે પૈસા બેંક તેમના ધારકોને આપે છે. જ્યારે રેપો રેટમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવે છે ત્યારે તેની સીધી અસર ઈએમઆઈ પર પડે છે. રેપો રેટમાં વધારો થાય છે તો લોનના ઈએમઆઈ પણ વધે છે. ત્યારે આ વખતે ફરી એક વખત રેપો રેટમાં ફેરફાર નથી કરવામાં આવ્યું. રેપો રેટ યથાવત રહેતા ઈએમઆઈ પર હમણાં કોઈ અસર નહીં પડે.