રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશમાં રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછી ખેંચવાના નિર્ણય બાદ દેશભરમાં જ્વેલર્સ પાસે સોના, ચાંદી અને હીરાનું ડિમાન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્વેલર્સના જણાવ્યા પ્રમાણે સોના-ચાંદીની ખરીદીમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. દેશના તમામ મોટા શહેરોમાં આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.
જ્વેલર્સને બખ્ખાં પડી ગયા
રૂપિયા 2,000ની ચલણી નોટોને પાછા ખેંચવાની જાહેરાત થયા બાદ કિમતી ધાતુઓની ખરીદી માટે લોકોએ દોડ મુકી છે.ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સિલ (GJC)એ જણાવ્યું હતું. અલબત નો યોર કસ્ટમર્સ (KYC)ના કડક પાલનને લીધે રૂપિયા 2,000ની ચલણી નોટોના બદલામાં સોનાની ખરીદીમાં હકીકતમાં ઘટાડો થયો છે. તેમ છતાં જ્વેલર્સ સોનાની ખરીદી પર 5-10 ટકા પ્રિમિયમ મેળવવાની શરૂઆત કરી છે, જેને પગલે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 66,000ને પાર થઈ ગયા છે. વર્તમાન સમયમાં દિલ્હીમાં સોનાના ભાવ 60,200 આસપાસ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલાક જ્વેલર્સે શનિવારે રૂપિયા 2000ની નોટના બદલામાં સોનાનું વેચાણ શરૂ કર્યું છે જો કે આ વેચાણ પણ પ્રિમિયમ રેટથી કરવામાં આવી રહ્યું છે.