રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ છઠ્ઠી વખત વ્યાજ દરમાં વધારો કર્યો છે, આજે 8 ફેબ્રુઆરી 2023ના દિવસે RBIએ રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા સાથે રેપો રેટ 6.50 ટકા પર પહોંચી ગયો છે. RBIએ છેલ્લે ડિસેમ્બર 2022માં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. RBIના વ્યાજ વધારાથી હોમ લોનના વ્યાજ દરમાં પણ વધારો થશે અને અંતે હોમ લોન ધારકોને EMI પેટે વધુ રકમ ચૂકવવી પડશે.
હોમ લોનની EMI કેટલી વધશે?
રેપો રેટમાં સતત 6ઠ્ઠી વખત વધારો
અત્રે ઉલ્લેખનિય છે કે આરબીઆઈએ રેપો રેટમાં સતત છઠ્ઠી વખત વધારો કર્યો છે. આ પહેલા પાંચ વખતો તો વધારો થઈ ચુક્યો છે. આરબીઆઈએ એક વર્ષમાં કુલ 225 બેસીસ પોઈન્ટની વૃધ્ધી કરી છે. આરબીઆઈએ છેલ્લે ડિસેમ્બર 2022માં તેમાં 0.35 ટકાની વૃધ્ધી કરી હતી. ત્યાર બાદ તે વધીને 6.24 ટકા કરી દીધો હતો. રેપો રેટ વધવાથી સૌથી વધુ ઝટકો સામાન્ય માણસને લાગ્યો છે, આ રીતે સામાન્ય માણસ પરનું આર્થિક ભારણ વધી જશે.