RBIનો મોટો નિર્ણય, હોમ લોન ચૂકવી છે તો પણ કંપની 30 દિવસમાં ડોક્યુમેન્ટ પરત નહીં કરે તો ગ્રાહકને દરરોજ રૂ.5000 વળતર ચૂકવવું પડશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-14 19:51:36

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોન ધારકોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. હવે હોમલોન ભરપાઈ કરાયા બાદ બેંક ઓફ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુટન્સએ 30 દિવસમાં ગ્રાહકોના ડોકયુમેન્ટ પાછા આપવા પડશે.રિઝર્વ બેંકએ બુધવારે એક સર્ક્યુલર બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે. આ સુચના બેંકો, NBFCs,હાઉસિંગ ઈન્સ્ટીટ્યૂશન, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની, રીઝનલ બેંક અને કો-ઓપરેટિવ  બેંક પર લાગુ પડશે. જો કોઈ હાઉસિંગ કંપની આ ડોક્યુમેન્ટ આપવામાં વિલંબ થશે તો હવે દરરોજના 5 હજાર પેટે પેનલ્ટી ચુકવવી પડશે.


શા માટે નિર્ણય કરાયો?


રિઝર્વ બેંકએ આ નિર્ણય હોમ લોન કંપનીની ગ્રાહકો સાથે વધી રહેલી હેરાનગતિના કારણે લીધો છે. હાઉસિંગ કંપનીઓ લોન ધારકોની લોન પૂર્ણ થયા પછી પણ મકાનની ફાઈલ પરત કરવામાં ગલ્લાતલ્લા કરે છે તેવી ફરિયાદો સામે આવતા આરબીઆઈએ આ નિર્ણય કર્યો છે. જૂનમાં, આરબીઆઈની એક સમિતિએ કહ્યું હતું કે જો બેંક લોન લેનારાઓના મૂળ કાગળો 

ખોઈ નાખે છે તો તો તેમને વળતરની સાથે દંડ પણ ચૂકવવો પડશે. 



હવે લોન કરાર સ્થાનિક ભાષામાં થશે



તાજેતરમાં,રિઝર્વ બેંકે લોન અંગે બેંકોને નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.તેમાં કહેવામાં આવ્યું હતું કે હવે લોન એગ્રીમેન્ટ ગ્રાહકની પોતાની ભાષામાં હશે. તેમાં બેંકોએ પેનલ્ટી અને લેટ ફીના નિયમો બોલ્ડ અક્ષરોમાં લખવાના રહેશે. આ નિયમો આવતા વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ થશે.


આ 4 ફેરફારોને જાણવા જરૂરી 


લોન કરાર ગ્રાહકની પોતાની ભાષામાં હશે. આ કરતી વખતે,બેંકો બોલ્ડ અક્ષરોમાં લેટ પેમેન્ટ પર પેનલ્ટી અને લેટ ફી લખશે.


હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ હોમ લોન લેનાર ગ્રાહકને જણાવશે કે જો લોન સમયસર ન આપવામાં આવે તો કેટલી ફી પરત કરવામાં આવશે. જો લોન ફ્લોટિંગમાંથી ફિક્સમાં બદલવાની હોય,તો ફી કેટલી હશે? સમય પહેલા ચૂકવણી અંગેની સ્થિતિ પણ સ્પષ્ટ કરવી પડશે.


હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ગ્રાહકને સ્થાનિક ભાષામાં મંજૂરી પત્ર  (સેક્શન લેટર) આપશે.આમાં,વાર્ષિક વ્યાજ દર અને EMI માળખું નક્કી કરવાની પ્રક્રિયા વિશે સમજી શકાય તેવી માહિતી આપવી પડશે.


હોમ લોનના ગ્રાહકોને વાર્ષિક ધોરણે વ્યાજ દર જણાવવો પડશે, જેથી ગ્રાહક જાણી શકે કે તે એક વર્ષમાં કેટલું વ્યાજ ચૂકવી રહ્યો છે. અગાઉ દંડનીય ચાર્જ અંગે પણ માહિતી આપવી પડતી હતી, જે હવે જરૂરી નથી.


પેનલ્ટી માટે બોર્ડ બનાવવામાં આવશે


દંડ અથવા લોન શુલ્ક નક્કી કરવા માટે સામાન્ય રીતે સ્વીકૃત પ્રક્રિયા અપનાવવામાં આવશે. બોર્ડની રચના કરવામાં આવશે. તે જે પણ નિર્ણય લેશે તે બધાએ સ્વીકારવું પડશે.


દંડનો દર નક્કી કરવામાં આવશે. ગ્રાહકે અગાઉ જણાવેલ શરતોમાંથી કઈ શરતોનું ઉલ્લંઘન કર્યું છે તે સ્પષ્ટ કરવું પડશે. આના અમલીકરણમાં કોઈપણ ગ્રાહક સાથે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં.


ફાઇનાન્શિયલ કંપનીઓની સેલ્સ ટીમે લોન આપતા પહેલા શરતો અને દંડની વિગતો વિગતવાર જણાવવી પડશે. દરો સાઇટ પર દર્શાવવા આવશ્યક છે.


EMIની ચુકવણી ન કરવા પર લાદવામાં આવનાર દંડ ગ્રાહકોને મોકલવામાં આવેલા રિમાઇન્ડર સંદેશામાં વિગતવાર જણાવવામાં આવશે.


વ્યક્તિગત લોન લેનારાઓ પાસેથી વ્યવસાય અને અન્ય જરૂરિયાતો માટે મંજૂર કરાયેલ લોનની ચુકવણીમાં વિલંબ માટે નિયમો કરતાં વધુ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?